ઇન્ફિનિટી ઇન્ફોવે લિમિટેડનો IPO 30 સપ્ટેમ્બર, 2025ના રોજ ખુલશે

- ટોટલ ઇશ્યુ સાઇઝ – પ્રત્યેક ₹10ના 15,75,200 ઇક્વિટી શેર સુધી
- આઈપીઓ સાઇઝ – ₹24.42 કરોડ (અપર પ્રાઇઝ બેન્ડ પર)
- પ્રાઇઝ બેન્ડ – ₹147 – ₹155 પ્રતિ શેર
- લોટ સાઇઝ – 800 ઇક્વિટી શેર
મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2025 – ઇન્ફિનિટી ઇન્ફોવે લિમિટેડ (ધ કંપની, ઇન્ફિનિટી) એક SaaS પ્રદાતા કંપની છે જે અનુકૂલિત અને એકીકૃત એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ (ઇઆરપી) સોલ્યુશન્સ પૂરા પાડવામાં નિપુણતા ધરાવે છે. એજ્યુકેશન, મેન્યુફેક્ચરિંગ, રિટેલ અને કન્સ્ટ્રક્શન જેવા સેક્ટરમાં ગ્રાહકોને સેવા આપતી આ કંપનીએ મંગળવાર, 30 સપ્ટેમ્બર, 2025ના રોજ તેની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ ખોલવાની દરખાસ્ત કરી છે, જેનું લક્ષ્ય બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થનારા શેર સાથે ₹24.42 કરોડ એકત્ર કરવાનો છે.
આ ઇશ્યુની સાઇઝ પ્રત્યેક ₹10ના અંકિત મૂલ્ય અને શેર દીઠ ₹147 – ₹155ની પ્રાઇઝ બેન્ડ સાથે 15,75,200 ઇક્વિટી શેર છે,
ઇક્વિટી શેરની ફાળવણી
- ક્યૂઆઈબી એન્કર પોર્શન – 4,08,000 ઇક્વિટી શેર સુધી
- ક્વાલિફાઇડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર – 2,72,800 ઇક્વિટી શેર સુધી
- નોન-ઈન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ – 2,06,400 ઇક્વિટી શેરથી ઓછા નહીં
- ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સ – 4,79,200 ઇક્વિટી શેરથી ઓછા નહીં
- એમ્પલોયી રિઝર્વેશન – 1,29,600 ઇક્વિટી શેર સુધી
- માર્કેટ મેકર – 79,200 ઇક્વિટી શેર
આ આઈપીઓમાંથી મળેલી ચોખ્ખી રકમનો ઉપયોગ “ZEROTOUCH” નામક પ્રોપ્રાઇટરી ટેકનોલોજી સોલ્યુશનના ડેવલપમેન્ટ, નવા આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખરીદી અને સર્ટિફિકેશન, ટેન્ડર ડિપોઝિટ અને અર્નેસ્ટ મની ડિપોઝિટ (ઇએમડી) માટે ભંડોળ, વધારાની કાર્યકારી મૂડી જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ભંડોળ પૂરૂં પાડવા માટે કરવામાં આવશે. એન્કર પોર્શન 29 સપ્ટેમ્બર, 2025ના રોજ ખુલશે અને ઇશ્યુ 03 ઓક્ટોબર, 2025ના રોજ બંધ થશે.
આ ઇશ્યુના બુક રનિંગ લીડ મેનેજર હોલાની કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ છે અને રજિસ્ટ્રાર બિગશેર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ છે.
ઇન્ફિનિટી ઇન્ફોવે લિમિટેડના પ્રમોટર અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી ભાવેશકુમાર ધિરજલાલ ગધેથરિયાએ જણાવ્યું, “આઇટી સેક્ટરમાં 17 વર્ષથી વધુના અનુભવ સાથે, ઇન્ફિનિટી ઇન્ફોવે લિમિટેડે શિક્ષણ, ઉદ્યોગ અને સરકારી સંસ્થાઓને સશક્ત બનાવતા સતત SaaS સોલ્યુશન્સ પૂરા પાડ્યા છે. અમારો આઈપીઓ આ યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે અમને અમારી રજૂઆતોને મજબૂત બનાવવા અને આગળ વધારવા માટે સક્ષમ બનાવે છે. આજે, 38 યુનિવર્સિટીઓ અને 11 ઉદ્યોગોમાં મજબૂત ઉપસ્થિતિ સાથે, અમે અમારી મુખ્ય કેમ્પસ મેનેજમેન્ટ સિસ્ટમ અને ઇન્ફિનિટી ઇઆરપી દ્વારા કાર્યક્ષમતા વધારવાનું જાળવી રાખીએ છીએ.
આ આઈપીઓમાંથી મળેલી રકમનો ઉપયોગ અમારા વિકાસ રોડમેપને વેગ આપવા માટે વ્યૂહાત્મક રીતે મુખ્યત્વે અમારા માલિકીના સોલ્યુશન ‘ZEROTOUCH’ના ડેવલપમેન્ટ માટે, તેમજ આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્ટિફિકેશન્સમાં રોકાણો માટે કરવામાં આવશે. નવી તકો ખોલવા અને ઝડપી વિસ્તરણને ટેકો આપવા માટે ટેન્ડર ડિપોઝિટ, અર્નેસ્ટ મની ડિપોઝિટ (ઇએમડી) અને વધારાની કાર્યકારી મૂડી તરફ પણ એક ભાગ નિર્દેશિત કરવામાં આવશે. અમારી સિદ્ધ નિપુણતા અને પ્રતિબદ્ધ ટીમના સમર્થનથી, અમે ઇન્ફિનિટી ઇન્ફોવેને વધુ ઊંચાઈઓ પર લઈ જવાનો વિશ્વાસ ધરાવીએ છીએ.”
હોલાની કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર શ્રી અશોક હોલાનીએ જણાવ્યું, “ભારતના SaaS અને એડટેક સેક્ટર્સ ડિજિટલ પરિવર્તન, ઓટોમેશન અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જેવા પ્રગતિશીલ સુધારાઓ દ્વારા સંચાલિત ઝડપી વૃદ્ધિ જોઈ રહ્યા છે. 17 વર્ષથી વધુની સાબિત કુશળતા સાથે, ઇન્ફિનિટી ઇન્ફોવે લિમિટેડે તેની મુખ્ય કેમ્પસ મેનેજમેન્ટ સિસ્ટમ, ઇન્ફિનિટી ઇઆરપી અને ઇન્ટેલિજેન્ટ કેમ્પસ મેનેજમેન્ટ અને ઓનલાઇન પરીક્ષાઓમાં એઆઈ-સંચાલિત ઉકેલો દ્વારા આ તકોને ઝડપી લેવા માટે મજબૂત ક્ષમતાઓ બનાવી છે.
આ આઈપીઓ કંપનીને નવીનતાને વેગ આપવા, તેના આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અને શિક્ષણ, ઉદ્યોગ અને સરકારી સંગઠનોમાં મોટા ગ્રાહક આધારને સેવા આપવા માટે કામગીરીનો વિસ્તાર કરવા માટે સશક્ત બનાવશે. અમને ઇન્ફિનિટી ઇન્ફોવેની આઈપીઓ યાત્રાનો ભાગ બનવાનો ગર્વ છે અને અમે એવી કંપનીને સમર્થન આપીએ છીએ જે ભારતની ડિજિટલ વૃદ્ધિની વાર્તામાં સાર્થક યોગદાન આપવા માટે સારી સ્થિતિમાં છે.”
About Infinity Infoway Limited:
Infinity Infoway Limited (The Company, Infinity) is a SaaS Provider of ERP, EdTech, and enterprise software solutions with an order book of ₹5,555.17 Lakhs. in hand and serving 38 universities and 11 industries, and government organizations. Their flagship products include the Campus Management System and Infinity ERP, focusing on accounts and human resource management. Serving universities, schools, and small businesses across India, their Campus Management System helps universities manage student data, including attendance, homework, examination schedules, and assignments.