અમદાવાદના 8 તળાવો ગટરના ગંદા પાણીથી છલોછલ ભરાઈ ગયા

પ્રતિકાત્મક
તળાવોનું પાણી પીવા, સ્નાન કરવા કે અન્ય પ્રવૃત્તિઓ માટે અનુરૂપ નથી-નરોડા, ગોતા, મલેકસાબાન, આર.સી. ટેકનિકલ સહિતના ૮ તળાવો સુઅરેજ વોટરથી છલોછલ
જો તળાવોમાં સતત ગંદાપાણીનો પ્રવાહ રોકાશે નહીં, તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા એક દાયકાથી તળાવોના વિકાસના નામે મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે અને કરોડો રૂપિયા ખર્ચ પણ થાય છે પરંતુ મોટાભાગના તળાવોની સ્થિતિ હજી પણ યથાવત છે. ચોમાસામાં વરસાદી પાણીથી તળાવો ભરવાની વાતો પણ બુમરેગ સાબિત થઈ છે અને હાલ મોટાભાગના તળાવોમાં ગટરના ગંદા પાણી જોવા મળી રહયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થોડા સમય પહેલા જ શહેરના આઠ તળાવના પાણીના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં જેના પરિણામો ખુબ જ ચોંકાવનારા મળ્યા છે.
આ તળાવોમાં સોલા FP108 અને આર.સી. ટેકનિકલ તળાવો સૌથી વધુ પ્રદૂષિત છે. મલેકસાબાન અને સૈજપુર વિલેજ તળાવો ઓક્સિજનની ગંભીર અછતને કારણે માછલીઓ અને અન્ય જળચર માટે જીવલેણ છે. નરોડા લેક મધ્યમ ધ્યમ પ્રદૂષિત છે, પણ ઊંચું ર્મ્ંડ્ઢ તેને અસુરક્ષિત બનાવે છે. છે.
અમદાવાદના તળાવો અંગે ચોંકાવનારી હકીકત સામે આવી છે. તાજેતર ના પરીક્ષણ મુજબ, શહેરના મોટા ભાગના તળાવોનું પાણી અતિ પ્રદૂષિત હોવાનું જાણવા મળ્યું છે. પરિણામ મુજબ, પાણીમાં દ્રાવિત ઓક્સિજનનું પ્રમાણ અત્યંત ઓછું છે, જ્યારે BOD અને COD જેવા પરિમાણો ખૂબ જ ઊંચા જોવા મળ્યા છે. સૌથી વધારે પ્રદૂષિત તળાવોમાં સોલા હ્લઁ-૧૦૮ અને આર.સી. ટેકનીકલ તળાવનો સમાવેશ થાય છે. સોલા FP-૧૦૮ તળાવમાં ર્મ્ંડ્ઢ ૧૧૨ સુધી પહોંચી ગયું છે, જ્યારે ર્ઝ્રંડ્ઢ ૨૧૪ નોંધાયું છે.
આર.સી. ટેકનીકલ તળાવમાં પણ BOD ૮૬ અને COD ૧૦૮.૬ સુધી પહોંચ્યા છે. મલેકસાબાન અને સૈજપુર વિલેજ તળાવોમાં ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઓછું નોંધાયું છે, જે માછલીઓ સહિતના જળચર પ્રાણીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. વિશેષજ્ઞોના મતે આ પ્રદૂષણના કારણે તળાવોનું પાણી પીવા, સ્નાન કરવા કે અન્ય પ્રવૃત્તિઓ માટે અનુરૂપ નથી. નથી.
લાંબા ગાળે આ તળાવો જીવંત જળચર માટે સંપૂર્ણપણે અયોગ્ય બની શકે છે. તેઓએ ચેતવણી આપી છે કે જો તળાવોમાં સતત ગંદાપાણીનો પ્રવાહ રોકાશે નહીં, તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૧૪૦ કરતા વધુ તળાવોના વિકાસ માટે લગભગ રૂ.ર૦૦ કરોડ જેટલો ખર્ચ કરવામાં આવે છે પરંતુ આ ખર્ચ એળે જતો હોય તેમ લાગી રહયું છે તળાવોમાં વરસાદી પાણીના બદલે સુઅરેજ વોટર જોવા મળી રહયા છે જે અત્યંત ગંભીર બાબત છે.