Western Times News

Gujarati News

લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગણી: ૭૦થી વધુ લોકો ઘાયલ

લેહમાં ભાજપ કાર્યાલય-સીઆરપીએફ વાહનને આગ લગાડી; સોનમ વાંગચુકે કહ્યું- મૂર્ખતા બંધ કરો

(એજન્સી)લેહ, બુધવારે લેહમાં કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગ સાથે હિંસક વિરોધ પ્રદર્શનો થયા હતા. વિદ્યાર્થીઓની પોલીસ અને સુરક્ષા દળો સાથે અથડામણ થઈ હતી, જેમાં ચાર લોકો માર્યા ગયા હતા અને ૭૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.

વિરોધ પ્રદર્શન દરમિયાન, વિદ્યાર્થીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેમાં ભાજપ કાર્યાલય અને સીઆરપીએફ વાહનને આગ લગાવી હતી. દરમિયાન, વહીવટીતંત્રે લેહમાં પરવાનગી વિના રેલીઓ અને પ્રદર્શનો પર પ્રતિબંધ મૂક્યો છે.

આ વિદ્યાર્થીઓ સામાજિક કાર્યકર સોનમ વાંગચુકના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જે છેલ્લા ૧૫ દિવસથી ભૂખ હડતાળ પર છે. પ્રદર્શનકારીઓએ તેમની માગણીઓ પૂર્ણ ન થવાના વિરોધમાં આજે બંધનું એલાન આપ્યું હતું. આ સમયે હિંસા ફાટી નીકળી હતી. આ માગણીઓ અંગે આગામી બેઠક ૬ ઓક્ટોબરે દિલ્હીમાં યોજાશે. ૨૦૧૯માં કલમ ૩૭૦ અને ૩૫એ હટાવવામાં આવી ત્યારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બે કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા હતા.

એ સમયે સરકારે રાજ્યમાં પરિસ્થિતિ સામાન્ય થયા પછી પૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનું વચન આપ્યું હતું. ન્યૂઝ એજન્સીની વાતચીતમાં તેમને બરાબર ખબર નથી કે કયા હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે રબર બુલેટ વિશે સાંભળ્યું હતું. જોકે, અમારા ઘણા યુવાનો માર્યા ગયા હતા. આ સૂચવે છે કે વાસ્તવિક ગોળીઓ પણ ચલાવવામાં આવી હતી.

ભવિષ્યની રણનીતિ અંગે, તેમણે કહ્યું કે જ્યારે ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ કાલે આવશે, ત્યારે તેઓ જોશે કે તેઓ અમારી વાત સાંભળે છે કે પહેલાની જેમ અમારી અવગણના કરે છે. અમે છેલ્લા પાંચ વર્ષથી શાંતિપૂર્ણ વિરોધ અને ભૂખ હડતાળ દ્વારા અમારા વિચારો વ્યક્ત કરી રહ્યા છીએ. જો તેમની વાત સાંભળવામાં આવી હોત, તો યુવાનોને રસ્તા પર આવવાની જરૂર ન પડી હોત. જ્યારે શાંતિપૂર્ણ માર્ગ મજાક બની રહ્યો હતો, ત્યારે અમે આ રીતે અપનાવ્યું હતું.

સોશિયલ મીડિયા પર આંદોલનને ય્ીહ-ઢ ક્રાંતિ ગણાવતા વાઇરલ થયેલા વીડિયો અંગે, સોનમે કહ્યું, મેં ‘જેન-ઝેડ ક્રાંતિ’ શબ્દનો ઉપયોગ કર્યો નથી. લેહ એપેક્સ બોડીના પ્રમુખ ચેરિંગ દોરજેએ ભાસ્કરને જણાવ્યું હતું કે, શહેરમાં ભારે ગોળીબાર થયો હતો, જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા અને અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે. તેમણે જણાવ્યું હતું કે, લેહ એપેક્સ બોડીની યુવા પાંખે લદ્દાખ બંધનું એલાન કર્યું હતું.

ભૂખ હડતાળ પર બે લોકોની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં લઈ જવા પડ્‌યા હતા. આ પછી પરિસ્થિતિ તંગ બની ગઈ. કેટલાક યુવાનોએ પથ્થરમારો શરૂ કર્યો, જેના કારણે પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડી. રાજ્યનો દરજ્જો મેળવવાની માગણી કરી રહેલા સ્થાનિક લોકોના વિરોધને પગલે જિલ્લા મેજિસ્ટ્રેટે આદેશ આપ્યો છે કે લેહમાં પૂર્વ લેખિત પરવાનગી વિના કોઈપણ સરઘસો, રેલીઓ અથવા કૂચ ન યોજવામાં આવે. જિલ્લામાં પાંચ કે તેથી વધુ લોકોના મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

લેહ જિલ્લા વહીવટીતંત્રે જિલ્લામાં ભારતીય દંડ સંહિતાની કલમ ૧૬૩ લાગુ કરીને એક મોટું પગલું ભર્યું છે. આ હેઠળ, પાંચ કે તેથી વધુ લોકોના મેળાવડા પર પ્રતિબંધ છે. પૂર્વ પરવાનગી વિના કોઈપણ સરઘસ, રેલી અથવા કૂચને મંજૂરી આપવામાં આવશે નહીં. આદેશમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે કોઈપણ વ્યક્તિ એવું કોઈ નિવેદન નહીં આપે જે શાંતિને ખલેલ પહોંચાડી શકે અથવા કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી કરી શકે. વહીવટીતંત્ર જણાવે છે કે આ નિર્ણય વિસ્તારમાં શાંતિ જાળવવા અને પરિસ્થિતિને વધુ ખરાબ થતી અટકાવવા માટે લેવામાં આવ્યો છે.

નેશનલ કોન્ફરન્સના નેતા શેખ બશીર અહેમદે કહ્યું, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અમારું માનવું છે કે ૫ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ લેવાયેલા નિર્ણયને લેહ અથવા જમ્મુ અને કાશ્મીરના લોકોએ સ્વીકાર્યો ન હતો. દુઃખની વાત છે કે લોકો હાલથી વિરોધ કરી રહ્યા નથી, પરંતુ જયારથી તેમનો પ્રદેશ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો ત્યારથી તેઓ પાંચમી અનુસૂચિ અને કાયદાકીય સત્તાઓના અમલીકરણની માંગ કરી રહ્યા છે.

નેશનલ કોન્ફરન્સના ધારાસભ્ય તનવીર સાદિકે કહ્યું, બધું જ ખરાબ રીતે થઈ રહ્યું છે તે ખૂબ જ દુઃખદ છે. જમ્મુ અને કાશ્મીર સાથે જે રીતે વ્યવહાર થઈ રહ્યો છે, તેવી જ રીતે, લદ્દાખ સાથે અન્યાય થઈ રહ્યો છે. જ્યારે આ સાચું છે, અમે હિંસાની નિંદા કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે દિલ્હીમાં કેન્દ્ર સરકાર લદ્દાખના લોકો સાથે બેસીને વાત કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.