Western Times News

Gujarati News

યુક્રેન યુદ્ધના મુખ્ય ફાઇનાન્સર ભારત-ચીન છેઃ ટ્રમ્પ

File Photo

ભારત-પાક. સહિત ૭ યુદ્ધો બંધ કરાવ્યાઃ ટ્રમ્પનો ફરી દાવો

સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં અમેરિકી પ્રમુખે રશિયાની એનર્જી પ્રોડક્ટ્‌સ ખરીદવા માટે નાટો દેશોની પણ ઝાટકણી કાઢી

યુનાઇટેડ નેશન્સ,  સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં સંબોધતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે દાવો કર્યાે હતો કે કે રશિયા પાસેથી ક્‰ડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખીને ચીન અને ભારત યુક્રેન યુદ્ધને ફંડ પુરું પાડતા મુખ્ય દેશો છે. રશિયાની એનર્જી પ્રોડક્ટ્‌સની ખરીદી કરવા બદલ તેમણે નાટોની પણ આકરી ઝાટકણી કાઢી હતી.

પેલેસ્ટાઇનને માન્યતા આપવા બદલ તેમણે પશ્ચિમી દેશોને પણ આડા હાથે લીધા હતાં.સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાના ૮૦મા સેશનની જનરલ ડિબેટમાં એક કલાક લાંબા સંબોધનમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે નાટો દેશોએ પણ રશિયન ઊર્જા અને રશિયન ઊર્જા પેદાશો પર વધુ કાપ મૂક્યો નથી અને જ્યારે તેમને આ વાતની ખબર પડી ત્યારે તેઓ તેનાથી ખુશ નહોતાં.

નાટો દેશો પોતાની સામેના યુદ્ધને ભંડોળ પૂરું પાડી રહ્યા છે. કોણે ક્યારેય આવું સાંભળ્યું છે? જો રશિયા યુદ્ધનો અંત લાવવા માટે કોઈ સોદો કરવા તૈયાર ન હોય, તો અમેરિકા ખૂબ જ આકરી ટેરિફ લાદવા માટે સંપૂર્ણપણે તૈયાર છે, જેનાથી ઝડપથી રક્તપાત બંધ કરી શકાશે. જોકે તે ટેરિફ અસરકારક બને તે માટે અહી એકઠા થયેલા તમામ યુરોપિયન રાષ્ટ્રોએ પણ આવા પગલાંમાં અમારી સાથે જોડાવું પડશે.

તમે રશિયાની ઘણા નજીક છો, અમારી વચ્ચે તો એક સમુદ્ર છે. યુએસ પ્રેસિડન્ટે તેમના ભાષણમાં તેમના બીજા ટર્મની નીતિવિષયક સિદ્ધિઓ પણ વર્ણવી અને પોતાને વિશ્વમાં શાંતિરક્ષક ગણાવ્યાં હતાં.યુનાઇટેડ નેશન્સની આકરી ટીકા કરતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે ઠાલા શબ્દોથી યુદ્ધોનો ઉકેલ આવતો નથી. સંયુક્ત રાષ્ટ્રનો હેતુ શું છે?. મેં હંમેશા કહ્યું છે કે યુએન પાસે જબરદસ્ત ક્ષમતા છે, પરંતુ તે તે ક્ષમતા સુધી પહોંચવાની નજીક પણ આવી રહી નથી.

ટ્રમ્પે યુએનના અનેક વિરોધાભાષાના ઉદાહરણો પણ આપ્યાં હતાં. પેલેસ્ટાઇનને એક દેશ તરીકે માન્યતા આપવાના પશ્ચિમ દેશોના નિર્ણયની આકરી ટીકા કરતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે આવા પગલાં પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસને તેના ભયાનક અત્યાચારો બદલ પુરસ્કાર આપવા સમાન છે. આની જગ્યાએ વિશ્વના દેશોએ ઇઝરાયેલના બંધકો મુક્ત થાય તેવા પ્રયાસો પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ.

અહીં ઉલ્લેખનીય છે કે ફ્રાન્સ, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને પોર્ટુગલે છેલ્લા બે દિવસમાં પેલેસ્ટિનિયનને દેશ તરીકે માન્યતા આપી છે. આનાથી ઇઝરાયેલ અને અમેરિકા નારાજ છે. તમામ જીવિત બંધકો અને કેદમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોને મુક્ત કરવાની હાકલ કરતા તેમણે કહ્યું હતું કે ગાઝામાં યુદ્ધ તાત્કાલિક બંધ કરવું પડશે.

સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી વિશ્વભરના નેતાઓની હાજરીમાં ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યાે હતો કે તેઓ ભારત-પાકિસ્તાન સહિતના સાત યુદ્ધનો અંત લાવ્યા છે. માત્ર સાત મહિનાના સમયગાળામાં મે સાત યુદ્ધો સમાપ્ત કરાવ્યા છે. કેટલાંક ૩૧ વર્ષથી ચાલતા હતા. એક યુદ્ધ ૩૬ વર્ષથી ચાલતુ હતું.

આ તમામ યુદ્ધ તે ભયંકર હતાં, જેમાં હજારો લોકો માર્યા ગયાં. આમાં કંબોડિયા અને થાઇલેન્ડ, કોસોવો અને સર્બિયા, કોંગો અને રવાન્ડા, પાકિસ્તાન અને ભારત, ઇઝરાયલ અને ઈરાન, ઇજિપ્ત અને ઇથોપિયા અને આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચેના યુદ્ધનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.