Western Times News

Gujarati News

અમદાવાદ રેલવે ડિવિઝનના 30 એન્જિનોમાં “કવચ” લાગવાથી પેસેન્જરોની સુરક્ષા વધશે

સાબરમતી લોકો શેડ દ્વારા  WAG9HC ઇલેક્ટ્રિક લોકોમોટિવનું પ્રથમ ઇન્ટરમીડિયેટ ઓવરહોલ (IOH) સફળતાપૂર્વક સંમ્પન્ન

બીજા 184 એન્જિનોમાં લાગતાં સુરક્ષા વધશે

અમદાવાદ મંડળ,પશ્ચિમ રેલવેના સાબરમતી લોકો શેડે તેની નોંધપાત્ર પ્રગતિ દર્શાવતા ઉચ્ચ-ક્ષમતાવાળા ઇલેક્ટ્રિક લોકોમોટિવ WAG-9HC નું પ્રથમ ઇન્ટરમીડિયેટ ઓવરહોલ (IOH) સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ સિદ્ધિ લોકો નંબર 32322 પર પ્રાપ્ત થઈ હતી, જેણે શેડની ટેકનિકલ કુશળતા અને સમર્પણ અને સશક્ત રૂપે સ્થાપિત કર્યું છે.

સાબરમતી શેડની સ્થાપના વર્ષ 1978 માં MG ડીઝલ YDM4 લોકોમોટિવની  જાળવણી માટે કરવામાં આવી હતી. વર્ષ 2009 થી, શેડમાં ઉચ્ચ હોર્સ-પાવર WDG4 ડીઝલ લોકોમોટિવ જાળવણી શરૂ થઈ અને તે નિરંતર  તેની ક્ષમતાઓનો વિસ્તાર કરી રહ્યું છે.માર્ચ 2023માં,શેડને થ્રી-ફેજ ઇલેક્ટ્રિક લોકોમોટિવની  જાળવણીની જવાબદારી સોંપવામાં આવી હતી.

આ  દરમિયાન, કર્મચારીઓને વડોદરા, વટવા અને વલસાડ ઇલેક્ટ્રિક શેડમાં તાલીમ આપવામાં આવી હતી, અને ટૂંકા ગાળામાં જરૂરી કુશળતા પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ, એપ્રિલ 2025 માં, શેડે સૌથી શક્તિશાળી WAG12B લોકોમોટિવની  જાળવણી શરૂ કરી હતી.

માત્ર દોઢ વર્ષમાં જ ઇલેક્ટ્રિક લોકોમોટિવ જાળવણીનો અનુભવ પ્રાપ્ત કરતા શેડે IOH કાર્ય નિર્ધારિત ધોરણો અનુસાર  સફળતાપૂર્વક સંપન્ન કર્યું. નોંધનીય છે કે IOH શેડ્યૂલ દર છ વર્ષે કરવામાં આવે  છે, જેમાં લોકોમોટિવની બધી સિસ્ટમોનું વ્યાપક નિરીક્ષણ અને ઓવરહોલ સામેલ હોય છે ,જેથી આગામી છ વર્ષ સુધી સરળ અને વિશ્વસનીય સંચાલન  સુનિશ્ચિત કરી શકાય.

આ પ્રસંગે, અમદાવાદના મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશે લોકોમોટિવને લીલી ઝંડી આપી રવાના કરી અને અધિકારીઓ અને કર્મચારીઓના ઉત્તમ પ્રયાસો બદલ પ્રશંસા કરી. તેમણે દરેકને સતત તેમના કૌશલ્યમાં વધારો કરવા અને ભારતીય રેલ્વેની સેવાઓને વિશ્વ કક્ષાના ધોરણો સુધી વધારવા માટે પ્રોત્સાહિત કર્યા.

આ સિદ્ધિ માત્ર સાબરમતી શેડની ટેકનિકલ ક્ષમતાનું પ્રમાણ  નથી, પરંતુ ભારતીય રેલ્વેની સતત પ્રગતિ અને તેના મુસાફરો તથા ગ્રાહકોને ગુણવત્તાયુક્ત સેવાઓ પૂરી પાડવાની તેની પ્રતિબદ્ધતાને પણ દર્શાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.