H-1B વિઝા પછી લોટરી સિસ્ટમ પણ ખતમ કરવા ટ્રમ્પની કવાયત

વોશિંગ્ટન, અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે એચ-વનબી વિઝા માટે એક લાખ ડોલરની જંગી ફી લોન્ચ કરીને તેને સાવ મૃતઃ પ્રાય જેવા કરી નાખ્યા પછી હવે લોટરી સિસ્ટમ પર નજર દોડાવી છે. ટ્રમ્પ તંત્ર હવે લોટરી સિસ્ટમથી આપવામાં આવતા વિઝાને પણ ખતમ કરવાની તૈયારી આદરી છે.
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી વેઇટેડ સિલેકશન પ્રોસેસને આધાર બનાવવા માંગે છે અને લોટરી સિસ્ટમ રદ કરવા આતુર છે. ડીએચએસ વિભાગનું કહેવું છે કે તેમનું ધ્યેય તે સુનિશ્ચિત કરવાનું છે કે એચ-૧બી વિઝા હાયર સ્કિલ્ડ એલિયન માટે સુનિશ્ચિત કરવામાં આવે.
તેની સાથે કંપનીઓને દરેક વેતન સ્તરના એચ-૧બી કામદારો માટે સલામત કરવાની તક પૂરી પાડવામાં આવે. તેમની દરખાસ્ત મુજબ આ પસંદગી વેતનના સ્તરના આધારે થવી જોઈએ. તેમ ચાર વેતન સ્તરોમાં સૌથી વધુ વેતન ધરાવતા વર્કરને સિલકશન પૂલમાં ચાર એન્ટ્રી મળવી જોઈએ. તેનું વેતન ૧,૬૨,૫૨૮ ડોલર હશે. તેની પસંદગીની સંભાવના વધી જશે.
જ્યારે આ વેતન સ્તરમાં સૌથી નીચે આવનારરને એક જ એન્ટ્રી મળશે. આને સરળ શબ્દોમાં સમજવું હોય તો એમ સમજી શકાય કે મેટામાં દોઢ લાખ ડોલરનો પગાર ઓફર થયો હોય તેવા એન્જિનિયરને પાસે મલ્ટીપલ લોટરી ઉપલબ્ધ હશે, તેની સ્ટાર્ટઅપનો જુનિયર ડેવલપર જેનો પગાર ૭૦,૦૦૦ ડોલર હશે તેને સંભવતઃ એક જ લોટરી મળશે.
આનો સીધો અર્થ એમ કરી શકાય કે નાણા ચૂકવી શકવા સમર્થ ટોચની કંપનીઓ વધુ કુશળ અને કાબેલ કામદારો મેળવી શકશે. તેની સામે નાની કે સ્ટાર્ટઅપ કંપનીઓ ઓછા કુશળ કામદારો મેળવી શકશે. આના લીધે અમેરિકાના નાના ઉદ્યોગોને અને નાની કંપનીઓને ચોક્કસ મોટો ફટકો પડશે. આ પ્રકારની પ્રણાલિ ફક્ત મોટી કંપનીઓ માટે ફાયદાકારક છે.
જ્યારે નાની કંપનીઓએ તો રીતસર કારોબારમાંથી બહાર જ નીકળી જવી પડે તેવી સ્થિતિ આ કાયદો પસાર થવાના કારણે સર્જાઈ શકે છે. આના લીધે સીનિયર અને હાઇલી પેઇડ કામદારોને વધુ ઊંચુ વેતન તથા નવાને વધુ નીચું વેતન મળશે. બીજા શબ્દોમાં કહીએ તા ટ્રમ્પનું આ પગલું સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમને મોટો ફટકો મારશે. આ દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે ચાલતી મંત્રણા નવા જ સ્તરે પહોંચી ગઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બંને દેશ વેપાર અને વેપાર ઉપરાંતની બાબતો પર પણ ચર્ચા કરી રહ્યા છે.
ભારતના વેપાર અને વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલની આગેવાની હેઠળની ભારતીય ટીમ ત્યાં પહોંચી છે. બંનેના પ્રતિનિધિઓએ આખો દિવસ ટ્રેડ ડીલ અંગે ચર્ચા કરી હતી. ચર્ચા ખૂબ જ સકારાત્મક વાતાવરણમાં થઈ રહી હોવાનું ગોયલે જણાવ્યું હતું. ટ્રમ્પે રશિયા પાસેથી ઓઇલ ખરીદવા બદલ ભારત પર નાખેલા બીજા વધારાના ૨૫ ટકા ટેરિફ વચ્ચે આ વાત થઈ રહી છે.
બંને દેશ ૨૦૩૦ સુધીમાં તેમનો કારોબાર હાલના ૧૯૧ અબજ ડોલરથી વધારી ૫૦૦ અબજ ડોલરે લઈ જવાનું આયોજન ધરાવે છે. ભારતીય ટીમ અમેરિકા ગઈ તે પહેલા અમેરિકાથી બ્રેન્ડન લિંચની આગેવાની હેઠળની ટીમ ભારત આવી હતી.SS1MS