ધર્માંતરણ જ ગેરકાયદે હોય તો યુગલને પરિણીત માની શકાય નહીંઃ અલાહાબાદ હાઈકોર્ટ

પ્રયાગરાજ, અલાહાબાદ હાઈકોર્ટે ધર્માંતરણ અને લગ્નને સાંકળતા પાસા પર મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે ઠરાવ્યુ હતું કે, ધર્માંતરણના આધારે લગ્ન થયા હોય અને ધર્માંતરણ જ ગેરકાયદે સાબિત થાય તો મહિલા કે પુરુષના લગ્નને કાયદાની દૃષ્ટિએ પરિણીત માની શકાય નહીં.
જસ્ટિસ સૌરભ શ્રીવાસ્તવે મોહમ્મદ બિન કાસિમ ઉર્ફે અકબરની પીટિશન પર ચુકાદો આપ્યો હતો, જેમાં તેણે સામાવાળાઓને પોતાના દામ્પત્યજીવનમાં દખલ કરતા અટકાવવા માગણી કરી હતી. કોર્ટે આ સાથે નોંધ્યુ હતું કે, બંને અરજદારો પોતાના લગ્નને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ નોંધાવી શકે છે. પીટિશનર તરફથી રજૂઆત થઈ હતી કે, કાસિમ ઉર્ફે અકબર મુસ્લિમ સમાજનો છે.
તેણે હિન્દુ ચંદ્રકાંતા ઉર્ફે જૈનબ પરવીન નિકાહ કર્યા હતા. ૨૨ ફેબ્›આરી, ૨૦૨૫ના રોજ ચંદ્રકાંતાએ ઈસ્લામ ધર્મ અંગિકાર કર્યાે હતો અને ખાનકાહે આલિયા અરિફિયા દ્વારા તેને સર્ટિફિકેટ અપાયુ હતું. ૨૬ મે, ૨૦૨૫ના રોજ બંને અરજદારે મુસ્લિમ લો હેઠળ નિકાલ કર્યા હતા અને તેમનું સંબંધિત કાઝી દ્વારા તેમને મેરેજ સર્ટિફિકેટ ઈશ્યુ કરાયુ હતું.
સામા પક્ષે આ દલીલનો વિરોધ કરતાં જણાવ્યુ હતું કે, જામિયા અરિફિયાના સેક્રેટરી અને મેનેજર સૈયદ સરવને ૨૨ ફેબ્›આરીએ આવું કોઈ સર્ટિફિકેટ અપાયું હોવાનો ઈનકાર કર્યાે છે. તેથી ખાનકાહે આલિયા અરિફિયા દ્વારા જારી કરાયેલું કથિત સર્ટિફિકેટ બનાવટી છે અને ખોટા પુરાવાના આધરે તૈયાર કરાયું છે.
કોર્ટે ઠરાવ્યું હતું કે, બનાવટી દસ્તાવેજોના આધારે થયેલું ધર્માંતરણ ઉત્તરપ્રદેશ અન લો ફુલ કન્વર્ઝન એક્ટ હેઠળ આવરી લેવાયેલી જોગવાઈનું પાલન કરતું નથી. મુસ્લિમ લા હેઠળ મેરેજને એક જ ધર્મમાં માનતા લોકો વચ્ચેના કોન્ટ્રાક્ટ ગણવામાં આવે છે, તેથી અરજદારોએ કરેલા લગ્નને કાયદાની દૃષ્ટિએ માન્ય ગણી શકાય નહીં.
ચંદ્રકાંતાએ કરેલું ધર્મપરિવર્તન ગેરકાયદે હોય તો પછી તેમને કાયદાની દૃષ્ટિએ પરિણીત દંપતિ માની શકાય નહીં. જો કે કોર્ટે બંને અરજદારને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવા નિર્દેશ આપ્યા હતાં.SS1MS