MBBS, PGની ૧૦,૦૦૦ સીટ વધારવાને કેબિનેટની મંજૂરી

નવી દિલ્હી, દેશમાં ડોક્ટરોની અછતને દૂર કરવા માટે કેન્દ્રીય કેબિનેટે બુધવારે ૨૦૨૮-૨૦૨૯ના નાણાકીય વર્ષ સુધીમાં મેડિકલ કોલેજોને અપગ્રેડ કરીને તેમાં સીટોની સંખ્યામાં ૧૦,૦૨૩નો વધારો કરવાની યોજનાને મંજૂરી આપી હતી.
આ ઉપરાંત સીએસઆઈઆરમાં રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (આર એન્ડ ડી)ને પ્રોત્સાહન આપવા માટે કેબિનેટે ડોક્ટરલ અને પોસ્ટ-ડોક્ટરલ ફેલોશિપ ૨,૨૭૭.૩૯૭ કરોડની ડીએસઆઈઆર સ્કીમને પણ મંજૂરી આપી હતી.
સરકારે જણાવ્યું હતું કે રૂ.૧૫,૦૩૪.૫૦ કરોડના રોકાણ સાથેની આ પહેલથી ૫,૦૨૩ અંડરગ્રેજ્યુએટ અને ૫,૦૦૦ પોસ્ટગ્રેજ્યુએટ બેઠકોનું સર્જન થશે.
આ યોજનાથી રાજ્ય અને કેન્દ્ર સરકારની હાલની મેડિકલ કોલેજો, સ્વતંત્ર પોસ્ટ-ગ્રેજ્યુએટ ઇન્સ્ટીટ્યૂટ અને સરકારી હોસ્પિટલોને અપગ્રેડ કરશે.
આ યોજના દેશમાં ડોકટરો અને નિષ્ણાતોની ઉપલબ્ધતા વધારવામાં મદદ કરશે, જેનાથી પછાત વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ સુવિધામાં વધારો થશે.
ભારતમાં હાલમાં વિશ્વમાં સૌથી વધુ ૮૦૮ મેડિકલ કોલેજો છે અને આ કોલેજોમાં વાર્ષિક ૧૨૩,૭૦૦ એમબીબીએસ બેઠકોની પ્રવેશ ક્ષમતા છે.શિપબિલ્ડિંગ ઇન્ડસ્ટ્રી માટે રૂ.૬૯,૭૨૫ કરોડના પેકેજને મંજૂરીઃ વિદેશી જહાજો પર નિર્ભરતામાં ઘટાડો કરવા કેન્દ્રીય કેબિનેટે શિપબિલ્ડિંગ ઇન્ડસ્ટ્રી અને મેરિટાઇમ ઇકોસિસ્ટમને ફરી જોમવંતુ બનાવવા માટે રૂ.૬૯,૭૨૫ના પેકેજને મંજૂરી આપી હતી. દેશની દરિયાઈ તાકાત પાછી મેળવવાની સરકારની યોજનાના ભાગરૂપે આ પેકેજને મંજૂરી અપાઈ છે.
આ પેકેજ ચાર મુદ્દા આધારિત છે, જેમાં સ્થાનિક કેપેસિટીને મજબૂત કરવાની, લાંબા ગાળાના ફાઇનાન્સિંગમાં સુધારો કરવાની તથા ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ શિપયાર્ડના વિકાસને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે.
આ પેકેજ હેઠળ શિપબિલ્ડિંગ ફાઇનાન્સિયલ આસિસ્ટન્સરેલવેના ૧૦.૯ લાખ કર્મચારીઓને ૭૮ દિવસનું દિવાળી બોનસ ઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ યોજાયેલી આર્થિક બાબતો અંગેની કેબિનેટ સમિતિએ રેલવેના ૧૦.૯ લાખ કર્મચારીઓ માટે ૭૮ દિવસના વેતન જેટલું ઉત્પાદકતા આધારિત બોનસને મંજૂરી આપી હતી.
આનાથી સરકારને રૂ.૧,૮૮૬ કરોડનો ખર્ચ થશે. દર વર્ષે દુર્ગા પૂજા અને દશેરાની રજાઓ પહેલાં રેલ્વે કર્મચારીઓને બોનસ ચૂકવવામાં આવે છે. આનાથી રેલવેના કર્મચારીઓને દિવાળી પહેલા મહત્તમ રૂ.૧૭,૯૫૧ બોનસ મળશે.SS1MS