સોશિયલ મીડિયાનું નિયમન જરૂરીઃ કર્ણાટક હાઈકોર્ટે મસ્કની કંપની એક્સની અરજી ફગાવી

બેંગલુરુ, એલન મસ્કની માલિકીના સોશિયલ મીડિયા કંપની એક્સ કોર્પની અરજીને ફગાવી દેતા કર્ણાટક હાઇકોર્ટે બુધવારે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પરના કન્ટેન્ટનું નિયમન થવું જ જોઇએ. સોશિયલ મીડિયાને અરાજકતા તરફ દોરી જતી સ્વતંત્રતા આપી શકાય નહીં. ભારતીય બજારને એવું મેદાન ન બનાવી શકાય કે જ્યાં કાયદાનું ઉલ્લંઘન કરીને માહિતીનો ફેલાવો થાય.મસ્કની કંપનીએ ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ ૭૯ (૩) (બી)હેઠળ કેન્દ્ર સરકારે સ્થાપેલા કન્ટેન્ટ રિમુવલ માટેના સહયોગ પોર્ટલ સામે અરજી કરી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ૨૦૨૪માં શરૂ કરેલ સહયોગ પોર્ટલ વાંધાજનક સામગ્રીને બ્લોક કરવાના આદેશોને ઝડપી બનાવે છે. તેનું સંચાલન ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર કરે છે.
એક્સ કોર્પ વતી સિનિયર એડવોકેટ કે જી રાઘવને અગાઉ હાઈકોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે કન્ટેન્ટને દૂર કરવાનો કોઈપણ આઈટી એક્ટની કલમ ૭૯(૩) (બી)હેઠળ નહી, પરંતુ કલમ ૬૯એ હેઠળ જારી કરવો જોઈએ. મસ્કની કંપનીએ ઇન્ટરમેડિયરીઝ માટેના સહયોગ પોર્ટલ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો અને અગાઉની સુનાવણીમાં તેને સેન્સરશિપ પોર્ટલ ગણાવ્યું હતું.
ડિજીપબ ન્યૂઝ ઈન્ડિયા ફાઉન્ડેશના વરિષ્ઠ વકીલ આદિત્ય સોંઢીએ જણાવ્યું હતું કે કન્ટેન્ટ દૂર કરવાના ઓર્ડર કામચલાઉ ધોરણે આપવામાં આવે, જેની જેની વાણી સ્વાતંર્ત્ય પર ગંભીર અસર થાય છે.કેન્દ્ર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ઓનલાઇન કન્ટેન્ટના નિયમન પર ભાર મૂકીને જણાવ્યું હતું કે એક્સ વાણી સ્વાતંર્ત્યના અધિકારનો અનુચીત લાભ લઈ શકે છે, કારણ કે તે એક વિદેશી કંપની છે.
જસ્ટિસ એમ નાગપ્રસન્નાએ તેમના આદેશમાં જણાવ્યું હતું કે ભારતમાં કાર્યરત તમામ પ્લેટફોર્મ્સે સ્વીકારવું પડશે કે સ્વતંત્રતા જવાબદારી સાથે જોડાયેલી છે અરજદારનું પ્લેટફોર્મ યુએસએમાં તેના જન્મસ્થળ અમેરિકામાં ટેક ઇટ ડાઉન એક્ટ હેઠળ નિયમનકારી સિસ્ટમનું પાલન કરે છે, પરંતુ તે જ અરજદાર આ રાષ્ટ્રમાં સમાન ટેકડાઉન આદેશોનું પાલન કરવાનો ઇનકાર કરે છે. આ તમામ કારણોસર યોગ્યતાના અભાવે આ અરજી ફગાવી દેવામાં આવે છે.SS1MS