આલિયા પ્રચારની ઘેલછામાં પાછલી ફિલ્મોને ભૂલી ગઈ

મુંબઈ, બોલીવૂડ કલાકારોને તેમની પ્રચાર ટીમ શીખવાડે તે રીતે તેમની દરેક નવી ફિલ્મને બહુ મહાન, શાનદાર, હટ કે એવું બધું ગણાવી દેવાની ટેવ પડી ગઈ હોય છે.
પ્રચારની આ ઘેલછામાં જોડાઈને આલિયા ભટ્ટે પણ તેની આગામી ફિલ્મ ‘આલ્ફા’ને પોતાની પહેલી એક્શન ફિલ્મ જણાવી દેતાં ચાહકો તેના પર ભારે નારાજ થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર યૂઝર્સ દ્વારા આલિયાને ટ્રોલ કરાઈ હતી અને તેને ‘જિગરા’ તથા ‘હાર્ટ ઓફ સ્ટોન’ જેવી ફિલ્મોની યાદ અપાવાઈ હતી.
આમાંથી ‘જિગરા’ તો આલિયાએ પોતે જ પ્રોડયૂસ કરી હોવા છતાં પણ નવી ફિલ્મ ખાતર તે તેને ભૂલી ગઈ હતી. કેટલાક ચાહકોએ તો આલિયાને એવો સવાલ કર્યાે હતો કે તે જાતે જ ‘જિગરા’ શું એટલી ભંગાર બનાવી હતી કે તું પોતે જ તેને યાદ કરવા નથી માગતી?SS1MS