Western Times News

Gujarati News

અભિનેતા સલમાન ખાને પિતા બનવાની ઈચ્છા જતાવી

મુંબઈ, બોલિવૂડના સ્ટાર સલમાન ખાને હમણાં જ ખુલાસો કર્યાે કે તે પિતા બનવા માંગે છે. સુપરસ્ટારે તેના ભૂતકાળના સંબંધો વિશે પણ વાત કરી અને પોતાને દોષી ગણાવ્યો છે.

સલમાન ખાન અને આમિર ખાન “ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટિં્‌વકલ” ના પહેલા એપિસોડમાં દેખાશે. એક પ્રેસ નોટ અનુસાર સલમાન ખાન આ એપિસોડમાં તેના ભૂતકાળના સંબંધો અને બાળકો વિશે વાત કરશે.બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન ૫૯ વર્ષની ઉંમરે પણ કુવારો છે. તેણે ક્યારેય લગ્ન કર્યા નથી, પરંતુ તે પિતા બનવાની ઇચ્છા રાખે છે.

તાજેતરમાં, સલમાન ખાને પોતે જણાવ્યુ કે તે બાળકો ઇચ્છે છે. આ દરમિયાન સલમાને તેના ભૂતકાળના સંબંધોના અંત વિશે પણ વાત કરી, બ્રેકઅપ માટે પોતાને દોષી ઠેરવ્યો છે.સલમાન ખાને કહ્યું, “જ્યારે એક પાર્ટનર બીજા પાર્ટનર કરતા વધુ આગળ વધે, ત્યારે ઇર્ષા શરૂ થાય છે. એટલે જ બંનેએ સાથે મળીને આગળ વધવું પડશે. બંનેએ એકબીજાનો બોજ હળવો કરવો જોઇએ.”

મારુ એવું માનવું છે.” જ્યારે આમિર ખાને સલમાનને તેના ભૂતકાળના સંબંધો વિશે પૂછ્યું, ત્યારે સલમાન ખાને જણાવ્યુ કે મારા કારણે જ મારા સંબંધ ટક્યા નથી.

સલમાન ખાને કહ્યું, “યાર નહી જમા તો નહી જમા, કોઇને દોષી માનવો હોય તો દોષી હું પોતે જ છું.” ત્યારબાદ સલમાને પિતા બનવાની ઇચ્છા વ્યક્ત કરતા કહ્યું, “હું બહુ જલ્દી એક દિવસ બાળકો જરૂર લાવીશ. બસ વાત એ છે કે બાળકો તો હશે જ, જોજો.”આમિર ખાને પણ આ દરમિયાન જણાવ્યુ કે કેવી રીતે રીના દત્તા સાથેના તલાક દરમિયાન સલમાનની નજીક આવ્યો.

તેણે કહ્યું, “ખરેખર, મને લાગે છે કે આ ત્યારે થયુ જ્યારે મારા રીનાથી તલાક થયા. તમને યાદ છે? તમે ડિનર પર આવ્યા હતા ત્યારે સલમાન અને હું પહેલી વાર ઠીક જોડાયા.

કારણ કે તે પહેલાં મને લાગતું કે ભાઈ ટાઇમ પર નથી આવતો, અમને ઘણા પ્રોબ્લમ થાય છે. અંદાજ અપના અપના મા હું કહેવા માગુ છુ, સલમાનમાં બહુ જજમેંટલ હતુ યાર. શરૂ શરૂ માં હું એક વ્યક્તિ તરીકે ખૂબ જ સખત હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.