દશેરા પર્વની પૂર્વ તૈયારી: રાવણના પૂતળાને અંતિમ ઓપ આપતા કારીગરો

અમદાવાદ: દશેરાના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદમાં કારીગરો દ્વારા રાવણના પૂતળાને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. શહેરની એક ફેક્ટરીમાં રાવણના વિશાળ પૂતળાને રંગકામ અને અન્ય સજાવટ કરીને પૂર્ણ કરવામાં આવી રહ્યું છે, જે દશેરાના દિવસે શહેરમાં દહન માટે તૈયાર કરવામાં આવશે. કારીગરો આ પૂતળાને આકર્ષક બનાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે, જેથી તહેવારની ભવ્ય ઉજવણી થઈ શકે.