અમરાઈવાડીમાં મિત્રોએ જ મિત્રને ચપ્પાના ઘા માર્યા
મિત્રો પાસે ન જતાં યુવાનને ગંભીર ઈજા પહોંચાડી
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કાયદાને હાથમાં લઈને ફરતા લુખ્ખા તત્ત્વો શહેરભરમાં ખુલ્લેઆમ ઘુમી રહ્યા છે. તેમ છતાં સતત પેટ્રોલીંગના બણગાં ફૂંકતા પોલીસ તંત્રને અમદાવાદમાં શાંતી હોવાનું લાગી રહ્યુ છે. સ્થાનિક સ્તરે ગુનાખોરીનું પ્રમાણ વધી ગયુ હોવા છતાં પ્રવર્તમાન સ્થિતિ પરથી પોલીસ તંત્ર તેની સામે કોઈ પગલાં લીધા હોય તેમ લાગી રહ્યુ નથી. આ પરિસ્થિતિમાં ગુનાખોરી માટે પ્રખ્યાત બનેલા અમરાઈવાડી વિસ્તારમાં મિત્રોએ જ એક યુવાન ઉપર ખૂની હુમલો કરતા યુવાન જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે જ્યારે ઘટના બાદ અમરાઈવાડી પોલીસ દોડતી થઈ છે.
વિશાલ મોહનલાલ તિવારી નામનો યુવાન શિવાનંદનગર બાપા સીતારામ મઢુલીની બાજુમાં અમરાઈવાડી ખાતે રહે છે. મંગળવારે રાતે તે જમીને પરવાર્યો બાદ દસ વાગ્યાના સુમારે શિવાનંદનગરની બાજુમાં આવેલા ધમાભાઈના પાનના ગલ્લા નજીકથી પસાર થતો હતો ત્યારે એ સમયે તેની જ સોસાયટીમાં રહેતા તેના મિત્રો રીંકુ વણઝારા તથા હસ્તી ત્યાં અગાઉથી ઉભા હતા. અને વિશાલને જાઈને તેને બુમ મારી નજીક બોલાવ્યો હતો. જા કે રીંકુએ તેમની પાસે જગ્યાની ના પાડતાં રીંકુ અને હેતી ઉશ્કરાઈ ગયા હતા. ઉપરાંત વિશાલ કંઈ સમજે એ પહેલાં જ તેની પાસે જઈ ગાળાગાળી કરતા વિશાલે તેનો વિરોધ કર્યો હતો.
દરમ્યાનમાં રીંકુ અને હેતી તેની સાથે મારામારી કરવા લાગ્યા હતા. અને રીંકુએ વિશાલને પકડી રાખતા હેતીએ પોતાની પાસેનું ધારદાર ચાકુ કાઢીને વિશાલના પેટમાં છાતીમાં તથા શરીરના અન્ય ભાગોમાં ઉપરાછાપરી ઘા મારી દીધા હતા. જેથી દર્દથી પીડાતા વિશાલે બુમાબુમ કરી ંમુકતા રાહદારોઓ એકઠા થઈગયા હતા. જ્યારે યુવાન ઉપર છરીના ઘા ઝીકાયાના સમાચાર વાયુવેગે ફેલાતા સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટના બાદ અફરા તફડીનો માહોલના લાભ ઉઠાવી રીંકુ વણઝારા તથા હેતી ત્યાંથી ભાગી છુટ્યા હતા. જ્યારે લોહી લુહાણ હાલતમાં વિશાલ હિંમત કરીને તેના ઘરે પહોંચ્યો હતો.
દિકરાની આવી હાલત જાઈ તેના માતા-પિતા ચોંકી ઉઠ્યા હતા. અને રોકકકળ કરી મુકી હતી. અને ૧૦૮માં વિશાલને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. રસ્તામાં વિશાળે પોતાની સાથે બનેલી ઘટનાનની વાત કરી હતી. વિશાળની હાલત જાઈ તબીબો તાત્કાલિક તેને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હતા. જ્યારે ઘટનાની જાણ થતાં અમરાઈવાડી પોલીસ પણ હોસ્પીટલમાં આવી પહોંચી હતી. જ્યાં વિશાલની માતા-પૂજાબેને સમગ્ર હકીકત જણાવીને અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પોતાના ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને રીંકુ તથા હેતીને ઝડપી લેવા ચક્રો ગતિમાના કર્યા છે.
અત્રે નોંધનીય છે કે અમરાઈવાડી વિસ્તારમાં અવારનવાર મારામારીઅ ને અન્ય ગંભીર પ્રકારના ગુનાઓની ઘટના બહાર આવતી રહે છે. ત્યારે વધુ એક યુવાન ઉપર ખૂની હુમલો થતાં હવે પોલીસ તંત્રની કામગીરી વિરૂધ્ધ પણ નાગરીકોને શંકા થઈ રહી છે. અવારનવાર લુખ્ખાઓના ત્રાસથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી.