30 મેડલ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની દીકરીઓનો દબદબો

ભરૂચના નેત્રંગ તાલુકાની શણકોઈ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની દીકરીઓનો દબદબો
(પ્રતિનિધિ)ભરૂચ, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગાંધીનગર દ્રારા પ્રેરિત ૬૮ મી અખિલ ભારતીય શાળાકીય રમત એસજીએફઆઈ એથ્લેટિક્સ સ્પર્ધા ૨૦૨૫-૨૬ જીલ્લાકક્ષાની સ્પર્ધા તપોવન સંસ્કાર કેન્દ્ર ઝાડેશ્વર ભરૂચ ખાતે યોજાઈ હતી.જેમાં નેત્રંગ તાલુકાના શણકોઈ ગામે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલયમાં અભ્યાસ કરતી ૨૬ જેટલી વિધાથીનીઓએ ભાગ લીધો હતો.
આ એથ્લેટિક્સ સ્પર્ધામાં અંડર ૧૪ માં (૧) વસાવા નેહા ચક્રફેંકમાં પ્રથમ ક્રમે વિજેતા (૨) વસાવા વૈશાલી ગોળાફેંક પ્રથમ ક્રમે વિજેતા (૩) વસાવા સુહાના ચક્રફેંકમાં બીજા ક્રમે વિજેતા થઈ હતી.
અંડર ૧૭માં (૧) વસાવા સંજના ઉચીકુદમાં પ્રથમ અને લાંબીકુદમાં બીજા ક્રમે વિજેતા (૨) વસાવા હિરલ લંગડીફાળ કુદમાં બીજા ક્રમે વિજેતા (૩) વસાવા કોમલ ગોળાફેંક માં પ્રથમ અને ચક્રફેંકમાં બીજા ક્રમે વિજેતા (૪) વસાવા સ્વેતલ ચક્રફેંકમાં પ્રથમ ક્રમે વિજેતા (૫) વસાવા દિપીકા ગોળાફેંકમાં બીજા ક્રમે વિજેતા (૬) ચૌધરી પ્રિયાંશી લંગડીફાળ કુદમાં પ્રથમ ક્રમે વિજેતા (૭) વસાવા નિશા બરછીફેંકમાં પ્રથમ વિજેતા (૮) વસાવા સેજલ ૩૦૦૦ મી દોડમાં પ્રથમ ક્રમે વિજેતા થઈ હતી.
અંડર ૧૯ માં (૧) વસાવા રોજની ઉચીકુદમાં પ્રથમ અને ૮૦૦ મી દોડમાં પ્રથમ ક્રમેવિજેતા (૨) વસાવા હિરલ લાંબીકુદમાં પ્રથમ અને લંગડીફાળમાં બીજા ક્રમે વિજેતા (૩) વસાવા કૌશલ્યા લંગડીફાળ કુદમાં પ્રથમ અને લાંબીકુદમાં બીજા ક્રમે વિજેતા (૪) વસાવા શીતલ ચક્રફેંકમાં પ્રથમ ક્રમે વિજેતા (૫) વસાવા રવિના બરછીફેંકમાં પ્રથમ અને ચક્રફેંકમાં બીજા ક્રમે વિજેતા
(૬) વસાવા સંજના ગોળાફેંકમાં પ્રથમ ક્રમે વિજેતા (૭) વસાવા સોનલ ગોળાફેંકમાં બીજા ક્રમે વિજેતા (૮) વસાવા દક્ષા બરછીફેંકમાં બીજા ક્રમે વિજેતા (૯) વસાવા રાધિકા ૧૦૦ મી દોડમાં પ્રથમ ક્રમે વિજેતા (૧૦) વસાવા ટિંકલ ૨૦૦ મી દોડમાં બીજા ક્રમે વિજેતા (૧૧) વસાવા નિર્મલા ૪૦૦ મી દોડમાં બીજા ક્રમે વિજેતા (૧૨) વસાવા રોશની ૪૦૦ મી દોડમાં બીજા ક્રમે વિજેતા (૧૩) વસાવા દિપીકા ૧૫૦૦ મી દોડમાં પ્રથમ ક્રમે વિજેતા થઈ હતી.
શણકોઈની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ની વિધાથીનીઓએ જીલ્લા કક્ષાની આ સ્પર્ધામાં ૧૭ ગોલ્ડ મેડલ,૧૧ સિલ્વર મેડલ અને ૨ બોન્ઝ મેડલ પ્રાપ્ત કરી શાળાનુ તેમજ નેત્રંગ તાલુકાનું ગૌરવ વધાર્યું હતું.