યુએન હેડક્વાર્ટરમાં બનેલી ઘટનાઓ સંયોગ નહીં પરંતુ ભાંગફોડ છેઃ ટ્રમ્પ

નવી દિલ્હી, યુએન હેડક્વાર્ટરમાં બનેલી ત્રણ ઘટનાઓને ટ્રિપલ ભાંગફોડની ઘટનાઓ ગણાવી અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેની તાકીદે તપાસ કરવાની માગણી કરી હતી. યુએની મહાસભાની બેઠક દરમિયાન ટ્રમ્પ તેમના પત્ની મેલાનિયા સાથે એસ્કેલેટર હતાં ત્યારે અચાનક ખોટવાઈ ગઈ હતી.
આ ઉપરાંત ટ્રમ્પ યુએન મહાસભાની જનરલ ડિબેટમાં પ્રવચન કરી રહ્યાં હતા ત્યારે ટેલિપ્રોમ્પ્ટર બંધ થઈ ગયું હતું. બુધવારે ટ્›થ સોશિયલ પરની એક પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે ગઈકાલે સંયુક્ત રાષ્ટ્રમાં ખરેખર શરમજનક ઘટના બની હતી. એક નહીં, બે નહીં, પરંતુ ત્રણ ખૂબ જ ભયાનક ઘટનાઓ. એસ્કેલેટરની ઘટના અંગે ટ્રમ્પે જણાવ્યું હતું કે તે અચાનક બંધ થઈ ગઈ હતી.
મેલાનિયા અને હું સ્ટીલના પગથિયાંની તીક્ષ્ણ ધાર પર પડ્યા નહીં તે સારુ ગણાય. અમે બંનેએ હેન્ડરેઇલને મજબૂત રીતે પકડી રાખ્યું હતું, નહીંતર તે એક આપત્તિ હોત. આ સંપૂર્ણપણે તોડફોડ હતી. આ ઘટના પાછળના લોકોની ધરપકડ થવી જોઈએ.આ પછી ટ્રમ્પ યુએન મહાસભાની જનરલ ડિબેટમાં પોતાનું ભાષણ આપવા માટે મંચ પર આવ્યા ત્યારે ટેલિપ્રોમ્પ્ટર બંધ થઈ ગયું હતું.
ટ્રમ્પે જણાવ્યું હતું કે હું દુનિયાભરના લાખો લોકો અને હોલમાં મહત્વપૂર્ણ નેતાઓ સમક્ષ ઊભો હતો, ત્યારે મારું ટેલિપ્રોમ્પ્ટર બંધ થઈ ગયું હતું. મેં તરત જ વિચાર્યું, વાહ, પહેલા એસ્કેલેટર ઇવેન્ટ, અને હવે ખરાબ ટેલિપ્રોમ્પ્ટર. આ કેવું સ્થળ છે.
ત્રીજી ઘટનાનો ઉલ્લેખ કરતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમનું ભાષણ પૂરું કર્યા પછી તેમને કહેવામાં આવ્યું કે યુએન જનરલ એસેમ્બલી હોલમાં અવાજ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે અને વિશ્વના નેતાઓ દુભાષિયાના ઇયરપીસનો ઉપયોગ ન કરે ત્યાં સુધી કંઈ સાંભળી શકતા નથી. આ ઘટનાઓ કોઈ સંયોગ નથી, પરંતુ યુએનમાં ત્રિપલ તોડફોડ છે અને સંગઠનને પોતાના પર શરમ આવવી જોઈએ.SS1MS