Western Times News

Gujarati News

લદ્દાખની હિંસાની તપાસમાં સોનમ વાંગચુક લપેટાયા

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે મોટી કાર્યાવાહી કરીને ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકના સ્ટુડન્ટ્‌સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખનું એફસીઆરએ લાઇસન્સ તાત્કાલિક અસરથી રદ કર્યું હતું.

સીબીઆઇએ હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓલ્ટરનેટિવ્સ લદ્દાખ સામે પણ વિદેશી ફંડ્‌સ મેળવવાના મામલે તપાસ ચાલુ કરી હતી.લદ્દાખને પૂર્ણ રાજ્ય બનાવવાની માગણીની ચળવળમાં વાંગચુક મુખ્ય ચહેરો બન્યાં છે.

હવે આ કેસમાં ઇડી પણ તેમની સામે કાર્યવાહી કરી શકે છે. વાંગચુકના સંગઠન સામેની કાર્યવાહીના આદેશમાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે આ સંગઠનના ખાતામાં સ્વીડનથી ફંડ ટ્રાન્સફર સહિત અનેક ગેરરીતિઓ જોવા મળી છે, જે રાષ્ટ્રીય હિતની વિરુદ્ધમાં છે.

આ સંગઠનને સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો હાથ ધરવા માટે વિદેશી યોગદાન સ્વીકારવાનું લાઇસન્સ આપવામાં આવ્યું હતું.ગૃહ મંત્રાલયના નિવેદન પર પ્રતિક્રિયા આપતા વાંગચુકે કહ્યું હતું કે સરકાર કિન્નાખોરીના ભાગરૂપે કાર્યવાહી કરી રહી છે. લેહમાં થયેલી હિંસક અથડામણનો તમામ દોષ તેમના પર ઢોળવામાં આવી રહ્યો છે.

તેઓ આકરા જાહેર સલામતી કાયદા હેઠળ ધરપકડનો સામનો કરવા તૈયાર છે. તેઓ બીજા કોઈને બલિનો બકરો બનાવવામાં હોશિયાર હોઈ શકે છે, પરંતુ તેઓ શાણા નથી. આ સમયે, આપણે બધાને ‘ચાલાકી’ કરતાં શાણપણની જરૂર છે, કારણ કે યુવાનો પહેલેથી જ હતાશ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.