Western Times News

Gujarati News

અહાન પાન્ડેની ડિમાન્ડ વધી, પ્રોડ્યુસર્સ અને બ્રાન્ડની ઓફરનો વરસાદ

મુંબઈ, જ્યારથી અહાન પાંડેની ફિલ્મ ‘સૈયારા’ રિલીઝ થઈ ત્યારથી તેનું નામ ઘર-ઘરમાં જાણીતું થઈ ગયું છે. સમગ્ર ઇડસ્ટ્રીના લોકો તેના વખાણ કરી રહ્યા છે. તે જાણે રાતોરાત સુપરસ્ટાર બની ગયો છે. તેના માટે પાછા ફરીને જોવા જેવું પણ રહ્યું નથી.

તેની સામે પ્રોડ્યુસર્સની લાઇન લાગી છે, સાથે જ તેની સામે ખુણે ખુણેથી વિવિધ બ્રાન્ડ માટેની પણ ઓફર આવી રહી છે. તે પ્રોડ્યુસર્સ અને બ્રાન્ડની પહેલી પસંદ બની ગયો છે.એવા અહેવાલો છે કે અહાન પાંડેને જેનઝીની ટોપ ૬ બ્રાન્ડે સાઇન કરી લીધો છે.

કારણ કે યશરાજ ફિલ્મ્સે અત્યાર સુધી તેને છુપાવીને રાખ્યો હતો, તેમને તેની ક્ષમતાઓનો અંદાજ હતો. ફિલ્મ આવી તે પહેલા અહાન નવો હોવા છતાં તેના કોઈ ઇન્ટરવ્યુ, તસવીરો કે કોઈ જાહેર કાર્યક્રમમાં તે દેખાયો નથી. તેથી ફિલ્મમાં તેને જોઈ દર્શકો પ્રભાવિત થયા હતા.

એક સુત્રએ જણાવ્યા અનુસાર, “આજે દરેક બ્રાન્ડ જેનઝી સાથે કનેક્ટ કરવા માગે છે. અહાન પાંડે આજે નવી જનરેશનનો સૌથી મોટો સ્ટાર બની ગયો છે.

આજની પેઢીને રાજી કરવી અઘરી છે, તેથી અહાન જે રીતે લોકપ્રિય થયો છે, તેના પરથી તેની ડિમાન્ડ પણ ખુબ વધી રહી છે. ૬ બ્રાન્ડ દ્વારા તેને સાઇન કરવામાં આવ્યો છે. ઓક્ટોબરથી યશરાજ ફિલ્મ્સ અહાનની વિવિધ જાહેરાતોનું કેમ્પેઇન શરૂ કરવા માગે છે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.