હવે ફિલ્મ શોલેમાં ઠાકુર ગબ્બરસિંહને મારતો દેખાશે

મુંબઈ, જ્યારે પહેલી વખત શોલે બની ત્યારે ડિરેક્ટર રમેશ સિપ્પીને અલગ અંત જોઇતો હતો. તે ઇચ્છતા હતા કે ફિલ્મનો અંત અલગ હોય. જોકે, ફિલ્મના ડિસ્ટ્રીબ્યુટર્સને ઇચ્છા હતી કે, અંત બદલી નાખવામાં આવે અને ઠાકુર છેલ્લે ગબ્બરને છોડી દે અને તેને પોલિસને પકડાવી દે. આ સીન શૂટ થયો તો પણ અંત બદલાઇ ગયો.
ત્યારે ફિલ્મ રિલીઝના ૫૦ વર્ષ પછી હવે છેક દર્શકોને ફિલ્મનો એ અંત જોવા મળશે. ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્નની ટીમ દ્વારા જ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ સિડનીનું આયોજન થઈ રહ્યું છે.
તેમણે જાહેરાત કરી છે કે શોલેનું નવું તૈયાર થયેલું વર્ઝન ઓક્ટોબરમાં આ ફેસ્ટિવલમાં આકર્ષણનું કેન્દ્ર બની શકે છે, જેમાં ઠાકુર ગબ્બરને મારી નાખે છે, આઈએફએફએસમાં ૯થી ૧૧ ઓક્ટોબર વચ્ચે જોવા મળશે.ભારતિય સિનેમાના ઇતિહાસની આ સૌથી લોકપ્રિય ફિલ્મોમાંની એક છે. શોલેને ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા સિપ્પી ફિલ્મ્સ સાથે મળીને બારિકાઈથી ૪કેમાં રિસ્ટોર કરવામાં આવી છે.
આ પ્રક્રિયામાં વર્ષાે લાગ્યા છે. ખાસ તો તેના માટે એક રેર કલર રિવર્સલ પ્રિન્ટ લંડનમાંથી મેળવવી પડી હતી અને મુંબઇના વેરહાઉસમાંથી ભુલાઈ ગયેલા અને ખોવાઈ ગયેલા મૂળ ફિલ્મમાંથી ડિલીટ થઈ ગયેલા સીન શોધવામાં આવ્યા હતા. અંતે આ મહેનતનું પરિણામ ૭૦એમએમના પડદે જોવા મળે છે.
આ ફેસ્ટિવલના ડિરેક્ટર મિતુ ભૌમિકે લાંગેએ જણાવ્યું કે, “શોલેએ માત્ર એક ફિલ્મ નથી, તેનાથી વિશેષ છે. તે ભારતીય વાર્તાકથન, યાદો અને કહાણીઓના કપડાંમાં વણાઈ ગઈ છે. તેનું મૂળ એન્ડિંગ પાછું લાવવું, એ પણ આટલા વર્ષાે પછી. આ ફિલ્મના માત્ર એક સીનમાં નહીં પણ સમગ્ર ફિલ્મ રીસ્ટોર કરવામાં આવી. અમે ખુબ ઉત્સાહીત છીએ કે ૫૦ વર્ષે લોકોને મૂળ અંત જોવા મળશે.”SS1MS