Western Times News

Gujarati News

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથેના છૂટાછેડા અંગે ધનશ્રી વર્માનું દર્દ છલકાયું

મુંબઈ, અભિનેત્રી અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા પણ રિયાલિટી શો ‘રાઇઝ એન્ડ ફોલ’ માં જોવા મળી રહી છે. શો દરમિયાન ધનશ્રીએ ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથેના છૂટાછેડા અંગે અનેક ખુલાસા કર્યા હતા.

હવે, તેણીએ ચહલ પાસેથી ૬૦ કરોડ રુપિયાના ભરણપોષણ માંગવાના આરોપો પર તેણે મૌન તોડ્યું છે અને સાચી હકીકત બતાવી છે. ‘રાઇઝ એન્ડ ફોલ’ માં ધનશ્રી વર્માએ ફરીથી યુઝવેન્દ્ર ચહલથી તેના અલગ થવા અંગે નવો ખુલાસો કર્યાે કે, ભરણપોષણની અફવાઓ ખોટી હતી. ધનશ્રી ખુલાસો કરતાં કહ્યું કે, ‘સત્તાવાર રીતે લગભગ એક વર્ષ થઈ ગયું છે.

આ ખૂબ જ જલ્દીથી થયું, કારણ કે તે પરસ્પર સંમતિથી થયું હતું, તેથી જ્યારે લોકો ભરણપોષણની વાત કરે છે તે બિલકુલ ખોટું છે. એટલા માટે કે હું કંઈ બોલતી નથી, એટલે તમે કાંઈ પણ કહેતા રહેશો ? મારા માતાપિતાએ મને માત્ર એવા લોકોને જ મારી જાતને સફાઈ આપવાનું શીખવ્યું જેમની હું કાળજી રાખું છું.

જે લોકોને સમજાવવામાં સમય કેમ બરબાદ કરવો જે તમને ઓળખતા નથી?’ જ્યારે ધનશ્રીને તેના લગ્નજીવનના સમયગાળા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, ‘અમારા લગ્ન ચાર વર્ષ થયા હતા, અને આ પહેલા અમે ૬-૭ મહિના સુધી ડેટિંગ કર્યું હતું.’

ભરણપોષણ અંગેના આરોપોનો સામનો કરવા પર વાત કરતાં ધનશ્રીએ કહ્યું, ‘આખરે, જ્યારે તમે આવું થતું જુઓ છો, તો તમને દુઃખ થતુ હશે. એવું જરૂરી નહોતું. એટલે કંઈ પણ સાચું નથી. મને એ વિચારીને ખરાબ લાગ્યું કે ‘તેણે આવું કેમ કર્યું?’ ઠીક છે. હું હંમેશા તેનું સમ્માન રાખીશ, એ મારો વિશ્વાસ છે. હવે, મને નથી લાગતું કે, હું કોઈને ડેટ કરી શકું.’SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.