રાજકોટમાં શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવના ચારેય ઝોનમાં હજારો ખેલૈયાઓનો થનગનાટ

ચોથા નોરતે “ખમકારી ખોડલ ખમ્મા કેજે… ઠાકર ઠાકર મારો…” સહિતના ગીતો પર લોકો ગરબે રમ્યા
રાજકોટ રેન્જ આઈજીશ્રી, રાજકોટ પોલીસ કમિશનરશ્રી સહિતના મહેમાનો શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવના આંગણે પધાર્યા
રાજકોટ: શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ગુજરાતભરમાં 30થી વધુ જગ્યાએ જાજરમાન શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તારીખ 25 સપ્ટેમ્બર ને ચોથા નોરતે રાજકોટ શહેરના ચારેય ઝોનમાં આયોજિત શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં હજારો ખેલૈયાઓએ ગરબે રમીને મા ખોડલની આરાધના કરી હતી. નોર્થ ઝોન, વેસ્ટ ઝોન, સાઉથ ઝોન અને ઈસ્ટ ઝોનમાં ગ્રાઉન્ડ હાઉસફૂલ થઈ ગયા હતા.
શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ સાઉથ ઝોનમાં તિરંગા થીમ પર ખેલૈયાઓએ ગરબે રમીને મા ખોડલની ભક્તિની સાથે રાષ્ટ્રભક્તિ પ્રદર્શિત કરી હતી. ખેલૈયાઓ હાથમાં તિરંગો લઈને ગરબે રમ્યા હતા. તો શ્રી ખોડલધામ નોર્થ ઝોન, વેસ્ટ ઝોન અને ઈસ્ટ ઝોનમાં પણ ખમકારી ખોડલ ખમ્મા કેજે… ઠાકર ઠાકર મારો સહિતના ગીતો પર ખેલૈયાઓ ઝુમી ઉઠ્યા હતા.
શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ વેસ્ટ ઝોનમાં રાજકોટ રેન્જ આઈજી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ નોર્થ ઝોનમાં રાજકોટ પોલીસ કમિશનરશ્રી બ્રજેશકુમાર ઝા સાહેબે હાજરી આપી હતી. આ ઉપરાંત વિવિધ રાજકીય-સામાજિક અગ્રણીઓએ પણ હાજરી આપી હતી.