Western Times News

Gujarati News

SBIના ATMમાંથી ગઠિયાઓ રૂ.૨.૦૯ લાખ ઉપાડી ગયા

File Photo

22 અલગ અલગ સમયે ટ્રાન્ઝેક્શન સસ્પેક્ટેડ રિવર્સલની એન્ટ્રી જણાઈ હતી- ભરૂચ પાંચબત્તી સર્કલ પાસેના બેન્કના એટીએમને ગઠિયાઓએ ટાર્ગેટ કર્યો હતો

ભરૂચ, ભરૂચમાં એટીએમ મશીનની કનેક્ટીવિટીમાં સમસ્યા સર્જી એટીએમમાંથી અલગ અલગ ૨૨ ટ્રાન્ઝેક્શન થકી અજાણ્યા શખ્સો ૨.૦૯ લાખની ઠગાઈ કરી ગયાં હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચ એ ડિવિજન પોલીસે ઘટનામાં ફરિયાદ નોંધી બેન્કના સીસીટીવી ફુટેજના આધારે આરોપીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ભરૂચ શહેરના આર.કે.કાસ્ટા ખાતે રહેતાં અક્ષય વૈધરાજ સોની શહેરના સ્ટેશન રોડ પર આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની પાંચબત્તી શાખામાં ચીફ મેનેજર તરીકે ફરજ બજાવે છે.તેમની શાખામાં બેન્કનું એટીએમ પણ આવેલું છે.જેમાં એક કેશ ડિપોઝીટ મશીન પણ મુકવામાં આવ્યું છે. જેમાં કોઈ પણ તેમાં રૂપિયા જમા કરાવી શકે અને ઉપાડી શકે.

ગત ૨૦મી સપ્ટેમ્બરે જિલ્લાની તમામ એસબીઆઈ બેન્કમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.જેમાં તપાસ વેળા તેમના કેશ ડિપોઝીટ મશીનમાં બેલેન્સ તપાસતાં તેમાં ૨.૦૯ લાખ રૂપિયા ઓછા જણાયાં હતાં. જેથી તેમણે તેમના મશીનનું સ્ટેટમેન્ટ કાઢી તેમાં ચકાસણી કરતાં ૧૦મી સપ્ટેમ્બરથી ૧૮મી સપ્ટેમ્બર સુધીના ગાળામાં અલગ અલગ તારીખ અને સમયે ૨૨ ટ્રાન્ઝેક્શન સસ્પેક્ટેડ રિવર્સલની એન્ટી જણાઈ હતી. જેમાં ગણતરી કરતાં તેમાં કુલ ૨.૦૯ રૂપિયાનો જ આંકડો આવ્યો હતો.

જેથી કોઈએ તેમના કેશ ડિપોઝીટ મશીન (એટીએમ)ને હેક કરીને કે અન્ય કોઈ રીતે રૂપિયા કાઢી લઈ ઠગાઈ કરી હોવાનું જાણવા મળ્યું હતું.ટીમે એટીએમના સીસીટીવી ફૂટેજ તપાસતાં અજાણ્યા શખ્સોએ એટીએમ સાથે છેડછાડ કરી એટીએમ માંથી રૂપિયા કાઢી લઈ ઠગાઈ કરી હોવાનું માલુમ પડયું હતું.બનાવને પગલે તેમણે ભરૂચ એ ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એટીએમ માંથી ૨.૦૯ લાખ જેવી મોટી રકમ ગુમ થઈ હોવાનું જણાતાં ટીમે એટીએમ સેન્ટરના સીસીટીવી ફૂટેજ તપાસતા અજાણ્યા શખ્સો વારાફરતી અલગ અલગ તારીખ સમયે ત્ય આવી એટીએમ કાર્ડ મશીનમાં નાંખતા હતા.

જયારે એક સાગરિત એટીએમ મશીનના લેન કેબલ સાથે કોઈ છેડછાડ કરી અથવા તો કોઈ રીતે હેક કરતો હોઈ મશીનની કનેક્ટીવી થોડા સમય માટે બંધ કરી દેતાં અને તે સમયગાળામાં તેઓ રૂપિયા ઉપાડી લેતાં હતાં.

જેથી તે સસ્પેક્ટેડ રિવરેર્સલ થઈ જતાં બીજી તરફ મશીનની કનેક્ટિવીટી અમુક સમય માટે બંધ થવાને કારણે આગળના વ્યવહારનો લોગ અન્ય બેન્કને ન મળતાં તેના એકાઉન્ટ માંથી રુપીયા કપાતા નહીં અને એટીએમ માંથી તેઓ રોકડા લઈ લેતા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.