Western Times News

Gujarati News

સુરતની લેબગ્રોન સાથે સંકળાયેલી હીરા કંપનીનું રૂ. 50 કરોડનું ફૂલેકું

કંપનીના ડાયરેકટર, ભાઈ અને પિતા સામે સીઆઈડીમાં ગુનો દાખલ

સુરત, સુરતમાં લેબગ્રોન સાથે સંકળાયેલી ડાયમટેક હીરા કંપનીનું રૂ.પ૦ કરોડનું ફૂલેકું ફેરવી દીધાની ઘટના સામે આવી છે જેમાં જુસકો જનરલ ટ્રેડિંગ કંપનીના ડાયરેકટર છેતરપિંડીનો ભોગ બન્યા છે. વરાછામાં રહેતા અંકુશભાઈ નાકરાણી જુસકો જનરલ ટ્રેડિંગ એએલએલપીના નામે રફ હીરાનો વેપાર કરે છે.

કંપનીમાં તેઓ ડાયરેકટર છે. કંપનીના ડાયરેકટર જયમ મહેશ સોનાણી તેનો ભાઈ અગત્સ્ય અને પિતા મહેશભાઈ સાથે વર્ષ ર૦ર૧માં સિટીલાઈટ સ્થિત ઓફિસમાં મુલાકાત થઈ હતી. જયમ સોનાણીએ અંકુશ નાકરાણીને જણાવ્યું કે અમારી પાસે વર્ષોના અનુભવ સાથે મોટી સિસ્ટમ ટેકનોલોજી છે. ૧પ૦ કેરેટ પ્રતિ મહિના પ્રતિ સિસ્ટમ રફ હીરાનું ઉત્પાદન થઈ શકે તેવી ટેકનોલોજી છે જેમાં ઉંચો નફો થશે એવી વાત કરી હતી.

આ ટેકનોલોજીવાળી સિસ્ટમમાં હીરાનું ઉત્પાદન કરવું હોય તો પ્રતિ સિસ્ટમ દીઠ રૂ.ર.૧૦ કરોડ આપવાના રહેશે જે સિસ્ટમ અમારી ફેકટરી કંપનીમાં લગાવીશું તથા સિસ્ટમમાં ઉત્પાદન થતાં રફ હીરાનો ઉત્પાદન ખર્ચ પ્રતિ કેરેટ ૪ર ડોલર નક્કી થયો હતો.

સોનાણીએ અમેરિકાની સિગ્નેટ કંપની છે જે આ હીરા ખરીદવા માંગે છે. એમ કહ્યું હતું કે, વેપારી નાકરાણીએ રૂ.ર૩.૩પ કરોડ રૂપિયાનો માલ તેઓને આપ્યો હતો. એમઓયુ બાદ નાકરાણીએ રૂ.૧૬.૧૬ કરોડ સોનાણીની કંપનીમાં આપ્યા હતા. ત્યારબાદ બીજા રૂ.૮.૧૦ કરોડ પણ જુસકો જનરલ ટ્રેડિંગ કંપનીના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. બેન્ક મારફતે આપેલા રૂપિયા રૂ.૪૯.૯પ કરોડ લેવાના બાકી નીકળે છે જે રકમ ચૂકવવામાં ઠાગા-ઠૈયા કરતા મામલો સીઆઈડી ક્રાઈમમાં પહોચ્યો હતો.

સીઆઈડીએ જયમ મહેશ સોનાણી, અગત્સ્ય મહેશ સોનાણી અને મહેશ ભગવાન સોનાણી સામે રૂપિયા રૂ.૪૯.૯પ કરોડની ઠગાઈનો ગુનો નોંધ્યો હતો.
મહત્ત્વનું છે કે, સીઆઈડીએ જયમને સુરત એરપોર્ટથી અટકાયતમાં લઈ પૂછપરછ આદરી હોવાનું પણ જાણવા મળે છે જ્યારે અગત્સ્ય અને મહેશ સોનાણી ભૂર્ગમમાં ઉતરી ગયા છે. કરોડોનું ફૈલેકું ફેરવનાર પિતા-પુત્રોની આ ત્રિપુટીએ ગત પહેલાં નોરતે જ ઘોડદોડ રોડ પર આલાગ્રાન્ડ સોનાણી જ્વેલર્સનું ઓપનિંગ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.