Western Times News

Gujarati News

UAEમાંથી બબ્બર ખાલસા આતંકી પરમિંદર સિંહ ઉર્ફે પિંડીને ભારત લવાયો

  • પિંડી, રિન્દા અને પાસિયા જેવા આંતરરાષ્ટ્રીય આતંકવાદી ગેંગ સાથે સંકળાયેલ; બટાલા-ગુરદાસપુર વિસ્તારમાં હુમલાઓમાં સામેલ.

ચંડીગઢ : પંજાબ પોલીસે કેન્દ્રીય એજન્સીઓ અને વિદેશ મંત્રાલયના સહયોગથી એક મોટી કામગીરીને અંજામ આપતાં બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) આતંકી પરમિંદર સિંહ ઉર્ફે પિંડીનું UAEના અબુ ધાબીથી ભારત પ્રત્યાર્પણ કર્યું છે.

ડીજીપી ગૌરવ યાદવ મુજબ, પિંડી વિદેશ સ્થિત આતંકવાદીઓ હરવિંદર સિંહ ઉર્ફે રિન્દા અને હેપ્પી પાસિયાનો નજીકનો સાથી છે. તે બટાલા-ગુરદાસપુર વિસ્તારમાં પેટ્રોલ બોમ્બ હુમલાઓ, હિંસક હુમલાઓ અને ખંડણી સહિતના ગંભીર ગુનાઓમાં સંકળાયેલ હોવાનું બહાર આવ્યું છે.

બટાલા પોલીસે રેડ કોર્નર નોટિસ જારી કરતા, એક વરિષ્ઠ અધિકારીના નેતૃત્વ હેઠળ પંજાબ પોલીસની ચાર સભ્યોની ટીમ UAE પહોંચી હતી. કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરીને 24 સપ્ટેમ્બરના રોજ પિંડીને ભારત લાવવામાં આવ્યો. ડીજીપીએ જણાવ્યું કે આ પ્રત્યાર્પણ પંજાબ પોલીસે અપનાવેલી આતંકવાદ અને સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓ વિરુદ્ધની શૂન્ય-સહિષ્ણુતા નીતિને દર્શાવે છે.

આ પહેલા, પાસિયા નામના વોન્ટેડ ગેંગસ્ટરને અમેરિકા ખાતે ધરપકડ કરવામાં આવી હતી, જે પંજાબમાં 16 આતંકવાદી હુમલાના કાવતરા સાથે સંકળાયેલો હતો. એનઆઈએએ તેના પર ₹5 લાખનું ઈનામ જાહેર કર્યું હતું.

In a landmark operation, @PunjabPoliceInd  extradites Babbar Khalsa International (BKI) terrorist Parminder Singh @ Pindi from Abu Dhabi, #UAE to #India with the close coordination and support of Central Agencies. Pindi is a close aide of foreign-based terrorists Harwinder Singh @ Rinda and Happy Passia and is involved in multiple heinous crimes, including petrol bomb attacks, violent assaults and extortions in the #Batala#Gurdaspur region.

ડીજીપી યાદવે ઉમેર્યું હતું કે, “અમે ન્યાય જાળવી રાખવાના અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવાના આ સંયુક્ત પ્રયાસમાં તેમના અમૂલ્ય સહયોગ બદલ કેન્દ્રીય એજન્સીઓ, વિદેશ મંત્રાલય (MEA) અને સંયુક્ત આરબ અમીરાતની સરકારના આભારી છીએ.”

આ પહેલા, વોન્ટેડ ગેંગસ્ટર પાસિયા, જેણે કથિત રીતે પંજાબમાં 16 આતંકવાદી હુમલાઓનું કાવતરું ઘડ્યું હતું, તેને એપ્રિલમાં US માં ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) કસ્ટડીમાં ધરપકડ કરીને મોકલવામાં આવ્યો હતો.

ભારતની અગ્રણી આતંકવાદ વિરોધી સંસ્થા નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) પણ તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. NIA એ ચંડીગઢમાં એક ઘર પર અને પંજાબમાં પોલીસ સ્ટેશનો પર ગ્રેનેડ હુમલામાં કથિત સંડોવણી બદલ પાસિયા પર ₹ 5 લાખના ઇનામની જાહેરાત કરી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.