Western Times News

Gujarati News

આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ ૨૦૨૫ઃ ગુજરાતભરમાંથી ૭૫ લાખ આભારપત્ર લખાશે

ધી નાંદોલ સેવા સહકારી મંડળી દહેગામ ખાતે સહકારથી સમૃદ્ધિ અંર્તગત આભાર પત્ર લખવાનો કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલી ધી નાંદોલ સેવા સહકારી મંડળી ખાતે સહકારથી સમૃદ્ધિ અંતર્ગત આભાર પત્ર લખવાનો કાર્યક્રમ,રાજ્યકક્ષાના સહકાર મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાયો હતો.

આ તકે મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વૈશ્વિક સ્તરે અનેક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યો છે. ત્યારે વડાપ્રધાનશ્રીએ સહકારિતા મંત્રાલયને અલગ મંત્રાલય બનાવી તેની ધુરા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને સોંપવામાં આવી છે.

ઉપરાંત વર્ષ ૨૦૨૫ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે. ત્યારે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય ખેડૂતો, પશુપાલકો તથા યુવાઓને સહકારી ક્ષેત્રમાં જોડાઈ રોજગારી તકો ઉભી કરવાનો છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સહકાર મંત્રાલય શરુ કરવા અને સહકાર મંત્રાલય દ્વારા ખેડૂતો પશુપાલકોના હિતમાં સહકારથી સમૃદ્ધિ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ યોજનાઓ થકી જી.એસ.ટી અને સ્વદેશી અભિયાનને વેગવંતુ બનાવવા તથા નાગરિકોના જીવનને સુવિધાયુક્ત બનાવવા બદલ નાંદોલના ગ્રામજનોએ ૫૦૦ પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાનશ્રીનો આભાર ક્ત કર્યો હતો.

તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, વડાપ્રધાન શ્રી એ ૧૫ મી ઓગસ્ટના દિવસે લાલ કિલ્લાથી આ વાહન કર્યું હતું કે, આ વખતે દિવાળીની સૌથી મોટી ભેટ તેઓ તમામ ભારતીયોને આપવાના છે, અને તેમણે પ્રથમ નવરાત્રીના દિવસે સાંજે ૫ઃ૦૦ વાગે સંબોધનમાં જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ જે રોજિંદા જીવનમાં ઉપયોગી છે, તેના પર ટેક્સ ઘટાડ્‌યો છે, જેનો ફાયદો આપણા સૌને થયો છે.

ભારતીય નાગરિકો અને કારીગરો દ્વારા બનતી વદેશી વસ્તુઓનો ઉપયોગ કરી સ્વદેશી અપનાવો અભિયાનમાં જોડાવાનું આહવાહન કરતા મંત્રીશ્રીએ આવનાર દિવાળીના પર્વમાં કાપડ, ફટાકડાથી માંડી દરેક વસ્તુઓ સ્વદેશી હોય તેવી ખરીદી કરતા વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરી, દેશના નાગરિકોના પરસેવાનો પૈસો દેશને આત્મનિર્ભર બનાવવા માટેજ વપરાય તે સુનિશ્ચિત કરવા દરેકને જણાવ્યું હતું.

સાથે જ તેમણે ઉમેર્યું હતું કે,ટેક્સમાં થયેલા ઘટાડા પછી નવરાત્રીના પ્રથમ દિવસે જ માત્ર ગુજરાતમાંજ ૧૦ હજાર જેટલી ફોર વ્હીલર તથા ૩૨ હજાર ટુ વ્હીલરનું વેચાણ થયું છે, એટલે કે લોકોને આ ટેક્સ ઘટાડાનો વધુમાં વધુ ફાયદો થઈ રહ્યો છે?. ઉપરાંત ખાદી અને વણાટ કામના કારીગરોને વડાપ્રધાનશ્રી ના ખાદી વપરાશ અને સ્વદેશી અભિયાન થકી મહત્તમ ફાયદો થયો છે. આ અભિયાન શરૂઆત પહેલા જે આવક પચ્ચીસ હજાર કરોડ હતી, તે વધીને આ છેલ્લા પાંચ છ વર્ષમાં અભિયાન થકી દોઢ લાખ કરોડ થવા પામી છે.

સાથે જ તેમણે સ્વનિર્ભર ભારત અંગે જણાવ્યું હતું કે, ગામડાઓ આત્મનિર્ભર અને મજબૂત બનશે તો તાલુકો, અને તાલુકો મજબૂત હશે તો જિલ્લો, અને જો આપણા જિલ્લાઓ આત્મનિર્ભ બનશે તો રાજ્ય, અને રાજ્ય થકી દેશને આત્મનિર્ભર બનાવતા કોઈ અટકાવી નહીં શકે. આપણે આજે જાગીશું તો આવનારી પેઢી સ્વદેશી અપનાવવા માટે મજબૂત બનશે.

આ તકે ઉપસ્થિત સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ આ અવસરે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રીના સ્વદેશી અભિયાનને જન જન સુધી પહોંચાડવાની જે પહેલ મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવી છે, તે ખરેખર પ્રસંસનિય છે. સાથે સ્વદેશી અપનાવો એટલે દેશમાં ઉત્પાદન વધે જેના કારણે રોજગારીની તકો પણ વધશે, અને દેશ આત્મા નિર્ભર બનશે.

ટેક્સથી થતી બચત અત્યારે નાની લાગે પણ આમ વિચારવામાં આવે કે ૧૪૦ કરોડ લોકોમાંથી જો ૧૦૦ કરોડ લોકો પણ આ ટેક્સ બચતનો ફાયદો મેળવશે તો ૧૦૦૦ કરોડ બચત થઈ શકે. આ સાથે જ મંત્રીશ્રીએ ઉપસ્થિત ગ્રામજનો સાથે રૂબર સંવાદ કરી યોજના કય લાભોની માહિતી અંગે ચર્ચા કરી હતી.

જેમાં આયુષ્માન કાર્ડ, ખેડૂતલક્ષી યોજનાઓ, વીમા બચત યોજના જેવી સરકારી સહાય અંગે ચર્ચા કરી હતી. કાર્યક્રમમાં સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ, સહકારી મંડળીઓ, દૂધ મંડળીઓના પ્રમુખો, સભાસદો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.