Western Times News

Gujarati News

નેતન્યાહૂનો યુએનમાં હુંકારઃ ઈઝરાયેલે ગાઝામાં હમાસનું કામ તમામ કરવું પડશે

યુનાઇટેડ નેશન્સ, ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શુક્રવારે સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં ગાઝામાં હમાસ સામેનું કામ પુરું કરવાની વાતનો પુનરોચ્ચાર કર્યાે હતો. ગાઝા સામે યુદ્ધમાં શસ્ત્રવિરામ નહીં કરવા બદલ ઈઝરાયેલને એકલાં પાડી દેવાના નેતન્યાહૂ પર સતત આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે પણ તેમણે યુએન મહાસભામાં મક્કમતાપૂર્વક નિવેદન આપ્યું હતું.

નેતન્યાહૂએ જણાવ્યું કે, ઈઝરાયેલે ગાઝામાં હમાસનું કામ પુરું કરવું પડશે. નેતન્યાહૂના સંબોધન અગાઉ કેટલાક પ્રતિનિધિઓ યુએન મહાસભાના હોલમાંથી બહાર નિકળી ગયા હતા.હમાન વિરુદ્ધની ચળવળમાં ઈઝરાયેલનો સાથ આપનાર યુએસના પ્રતિનિધિમંડળે નેતન્યાહૂનું સંબોધન સાંભળ્યું હતું.

ઈઝરાયેલના પીએમએ એક નક્શો રજૂ કર્યાે હતો જેમાં એક પ્રદેશ દર્શાવ્યો હતો અને તેનું શિર્ષક ‘ધી કર્સ’ અપાયું હતું. અગાઉ પણ નેતન્યાહૂ આ પ્રકારે નક્શાને દર્શાવીને ગાઝા વિરુદ્ધ પોતાની નારાજગી દર્શાવી ચુક્યા છે.

બાદમાં નેતન્યાહૂએ બહુવિકલ્પ સાથેના પ્રશ્નો ધરાવતું બોર્ડ બતાવ્યું હતું અને મોટેથી તેને વાંચી સંભળાવ્યા હતા. ગાઝામાં લશ્કરી કવાયતમાં મદદરૂપ થવા બદલ તથા રાજકીય સહયોગ માટે ઈઝરાયેલના પીએમએ યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રશંસા કરી હતી.

બીજીતરફ ગાઝામાં ઈઝરાયેલના લશ્કર દ્વારા ગાઝાના સ્થાનિકો તથા હમાસના સંચાલકોના ફોન કબ્જે કરવાની કાર્યવાહી કરાઈ હતી. નેતન્યાહૂનું સંબોધન મોબાઈલ પર બ્રોડકાસ્ટ થવાનું હોવાથી આ પગલું લેવાયું હતું. નેતન્યાહૂ પર છેલ્લા ઘણા સમયથી ગાઝા સામે યુદ્ધનો અંત આણવા દબાણ વધી રહ્યું છે.

શુક્રવારે તેમને સંબોધન દ્વારા આંતરરાષ્ટ્રીય સમુદાય ઉપર મોટા પ્લેટફોર્મ પર દબાણ લાવવાની તક મળી હતી. ઈઝરાયેલના પીએમ નેતન્યાહૂએ યુએન મહાસભાને સંબોધન કરે તે અગાઉ કેટલાક દેશોના પ્રતિનિધિઓ ઉભા થઈને હોલમાંથી બહાર નિકળી ગયા હતા. વિશ્વના દેશોને મધ્યપૂર્વની પ્રવર્તમાન પરિસ્થિતિથી તેઓ વાકેફ કરાવે તે અગાઉ જ આ દ્રશ્યો જોવા મળ્યા હતા.

તેમ છતાં ઈઝરાયેલના પીએમએ પોતાનું સંબોધન શરૂ કર્યું અને હોલમાં હાજર તમામે તાળિયોના ગડગડાટથી તેમનો જુસ્સો વધાર્યાે હતો. નેતન્યાહૂએ સંબોધનમાં જણાવ્યું હતું કે, પેલેસ્ટાઈનને રાષ્ટ્રનો દરજ્જો આપવો ઈઝરાયેલ માટે રાષ્ટ્રીય આત્મહત્યા સમાન ગણાશે. પશ્ચિમના નેતાઓ દબાણ હેઠળ ઝૂકી શકે પરંતુ ઈઝરાયેલ ક્યારેય નહીં ઝૂકે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.