Western Times News

Gujarati News

દિલજિતની ‘અમરસિંહ ચમકિલા’ એમી એવોડ્‌ર્ઝમાં નોમિનેટ થઈ

મુંબઈ, દિલજિત દોસાંજની કૅરિઅરમાં વધુ એક સિદ્ધિ ઉમેરાઈ છે, તેને અમરસિંહ ચમકિલા માટે ૨૦૨૫ના ઇન્ટરનેશનલ એમી એવોડ્‌ર્ઝ માટે બે કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. આ એક બાયોગ્રાફિકલ ડ્રામા ફિલ્મ હતી, જે હવે એમી એવોર્ડઝમાં બેસ્ટ ટીવી મુવી- મિનિ સિરીઝ કેટેગરીમાં નોમિનેટ થઈ છે. જ્યારે બીજું નોમિનેશન દિલિજત દોસાંજને પોતાને બેસ્ટ એક્ટર કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે.

તેની સાથે આ કેટેગરીમાં દિલજિત ઉપરાંત ડેવિડ મિચેલ, ઓરિઓલ પ્લા અને ડિએજીઓ વેસ્ક્વેઝ જેવા કલાકારો પણ નોમિનેટ થયા છે. આ કેટેગરીમાં કોને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળે છે, તેની ઘણી આતુરતા રહે છે. ત્યારે દિલજિતનું નોમિનેશન એ દર્શાવે છે કે પ્રાદેશિક કે સ્થાનિક વાર્તાઓ પણ ગ્લોબલ ઓડિયન્સના મનને સ્પર્ષી શકે છે. ૨૫ સપ્ટેમ્બરે ઇન્ટરનેશનલ એમીઝની વેબસાઇટ પર આ યાદી જાહેર કરવામાં આવી હતી.

ત્યારે આ સિદ્ધિ અંગે પોતાનો અભિપ્રાય વિનમ્ર રાખીને તેણે મૂળ ગાયક અને ફિલ્મના ડિરેક્ટર ઇમ્તિઆઝ અલીને ફિલ્મી સફળતાની ક્રેડિટ આપી છે. તેણે આ અંગે એક પોસ્ટ કરી છે.

એક ઇન્ટરવ્યુમાં આ સિદ્ધિ અંગે ઇમ્તિઆઝ અલીએ જણાવ્યું કે, “અમરસિંહ ચમકિલા બે એવોર્ડ માટે નોમિનેટ થઈ છે, તે સમચાર અમારા સુધી પહોંચાડવા માટે આભાર, દિલજિત દોસાંજને બેસ્ટ એક્ટર તરીકે અને બીજો ચમકીલાને બેસ્ટ ફિલ્મ તરીકે. અમને અભિનંદન આપવા માટે અનેક લોકોના ફોન અને મેજે આવ્યા છે.

અમારા માટે આ બહુ મોટી વાત છે. હું ચમકિલાની સમગ્ર ટીમને અભિનંદન આપવા માગુ છું અને પંજાબના લોકોનો પણ આભાર માનવા માગું છું. આ બિલકુલ તે જમીનની ફિલ્મ છે. હું દિલજિતને ડબલ શુભેચ્છાઓ આપવા માગું છું.”આ ફિલ્મ એપ્રિલ ૨૦૨૪માં નેટફ્લિક્સમાં રિલીઝ થઈ હતી, અમર સિંહ ચમકિલા એક લોકપ્રિય પંજાબી લોક કલાકારના જીવન પર આધારીત ફિલ્મ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.