થામાના ટ્રેલર લોંચની ટિકિટ મિનિટોમાં જ ખતમ

મુંબઈ, મેડોકના હોરર કોમેડી યુનિવર્સનું ઘણું લોકપ્રિય થઈ રહ્યું છે. તેની દરેક નવી ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે હવે તેઓ દિવાળી પર આયુષ્યમાન અને રશ્મિકાની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમાં પણ આયુષ્યમાન જેવા કલાકારનું નામ જોડાતા હવે દર્શકોની આતુરતા પણ વધી ગઈ છે.
હવે આ ફિલ્મની રિલીઝને એક મહિનાથી પણ ઓછો સમય રહ્યો છે, ત્યારે તેઓ ઉત્સુકતાથી આ ફિલ્મના ટીઝર, ટ્રેલર સહિતની સામગ્રીની માગણી કરી રહ્યા છે.
હવે પ્રોડ્યુસર્સે જાહેર કર્યું છે કે તેઓ આ ફિલ્મના ટ્રેલર લોંચ માટે એક ઇવેન્ટનું આયોજન કરી રહ્યા છે અને તેમાં આ હોરર કોમેડી યુનિવર્સની પહેલી હિરોઇન શ્રદ્ધા કપૂર હાજર રહેશે. સાથે જ એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે, આ ફિલ્મના નામમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે તે ‘થમ્મા’ થઈ ગયું છે.
આ ઇવેન્ટમાં ફિલ્મનું ટ્રેલર લોંચ કરવામાં આવશે, મુંબઇના બાન્દ્રા ફોર્ટ ખાતે ૨૬ સપ્ટેમ્બરે આ ઇવેન્ટ યોજાશે. સામાન્ય રીતે આ પ્રકારની ઇવેન્ટ એક પ્રાઇવેટ ઇવેન્ટ હોય છે, જેમાં મીડિયા ઉપરાંત ફિલ્મની ટીમ જ હાજર હોય છે.
પરંતુ થમ્મા માટે આ ઇવેન્ટ સામાન્ય જનતા માટે યોજાઈ છે. ગુરુવારે આ ઇવેન્ટની જાહેરાત સાથે તેની ટિકિટ વિશે પણ જાહેરાત કરવામાં આવી હતી અને થોડી મિનિટોમાં જ આ ઇવેન્ટની બધી જ ટિકિટ વેચાઈ ગઈ હતી.
જોકે, ટિકિટ તો ળી છે, પરંતુ છતાં લોકોએ તાત્કાલિક ટિકિટ ખરીદી લીધી તે મહત્વની વાત છે.આ ફિલ્મ ૨૧ ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે, પરંતુ કેટલાંક લોકો ૨૨ ઓક્ટોબરે ફિલ્મ રિલીઝ થવાની હોવાની ચર્ચા કહે છે. સૂત્રના જણાવ્યા અનુસાર આ ઇવેન્ટ દરમિયાન જ ફિલ્મ રિલીઝની તારીખ પણ જાહેર થશે.SS1MS