રજનીકાંતની ‘જેલર ૨’ જૂન ૨૦૨૬માં રિલીઝ થશે

મુંબઈ, રજનીકાંતની ૨૦૨૩માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘જેલર’ને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ ઓટીટી પર આ ફિલ્મને ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે તેમણે આ ફિલ્મની સિક્વલની જાહેરાત કરી હતી. હવે તેમણે પોતે જાહેરાત કરી છે કે ‘જેલર ૨’ ૧૨ જૂન, ૨૦૨૬ના થિએટરમાં રિલીઝ થશે. તેઓ ફિલ્મનું શૂટિંગ પુરૂ કરીને કેરળથી ચેન્નઈ આવી ગયા છે.
ત્યારે તેમણે પોતે મીડિયા સમક્ષ આ વાત કરી હતી. વિવિધ સ્થળો પર હાલ ‘જેલર ૨’નું શૂટિંગ ચાલુ છે.તાજેતરમાં રજનીકાંતે પાલક્કડ, કેરળમાં શૂટિંગ કર્યું હતું, જ્યાં તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. તેમણે આ ફિલ્મના ક્લાઇમેક્સના શૂટ પહેલાં લોકોનું ખુશીથી અભિવાદન પણ કર્યું હતું. રજનીકાંતે કેરળમાં ફિલ્મના ક્લાઇમેક્સના મોટા સીનનું છેલ્લું શૂટિંગ કર્યું હતું.
આ ફિલ્મનું સિક્વલ નેલ્સન દિલિપકુમાર કરી રહ્યા છે. રજનીકાંત ફરી આ ફિલ્મમાં ટાઇગર મુથુવેલ પાંડિયનના રોલમાં જોવા મળશે. રજનીકાંત સાથે આ ફિલ્મમાં રમ્યા ક્રિશ્નન, યોગી બાબુ અને મિરાના પણ તેમના રોલમાં જોવા મળશે.
આ ફિલ્મની કાસ્ટ સાથે આ વખતે એસજે સૂર્યા, સુરજ વેંજારામૂડુ અને અન્ના રાજન પણ ઉમેરાશે. એવી પણ ચર્ચા છે કે આ ફિલ્મમાં શિવા રાજકુમાર અને મોહનલાલનો પણ કેમિયો જોવા મળશે. સાથે જ પહેલી ફિલ્મના નાદામુરી બાલાક્રિશ્ના અને મિથુન ચક્રોબોર્તીના રોલ પણ ફરી વધુ વિસ્તારથી જોવા મળી શકે છે. આ વર્ષે માર્ચ મહિનામાં રજનીકાંતની જેલરની સિકવ્લની જાહેરાત થઈ હતી.
જો રજનીકાંતની અન્ય ફિલ્મની વાત કરવામાં આવે તો તેઓ છેલ્લે લોકેશ કનગરાજની ‘કૂલી’માં જોવા મળ્યા હતા. આ સાથે તેમણે કમલ હસન સાથે ૪૬ વર્ષ પછી ફિલ્મની જાહેરાત કરી હતી.
આ અંગે કમલ હસને દુબઈમાં નેક્સા સીમા એવોડ્ર્ઝ ૨૦૨૫ દરમિયાન જાહેરાત કરી હતી. કમલ હસને એન્કરના એક પ્રશ્નના જવાબમાં કહ્યું, “અમે વર્ષાે પહેલાં સાથે કામ કર્યું હતું, અમે અલગ રહેવાનું પસંદ કર્યું કારણ કે એ લોકોએ હંમેશા બિસ્કિટના બે ભાગ કરીને અમને અડધું અડધું આપવાનું ચાલુ રાખ્યું અને અમે એની મજા લેતા રહ્યા. અમે હવે અડધા બિસ્કિટથી ધરાઈ ગયા છીએ, તેથી અમે સાથે આવવા માગીએ છીએ.”SS1MS