Western Times News

Gujarati News

૩૦ સપ્ટેમ્બરથી શરૂ થનારી ઓસ્ટ્રેલિયા A સામેની 3 મેચની ODI સિરીઝ માટે ટીમની જાહેરાત

ઓસ્ટ્રેલિયા એ સામેની સિરીઝ માટે ટીમની જાહેરાત કરાઈ

નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ બોર્ડે ૩૦ સપ્ટેમ્બરથી શરૂ થનારી ઓસ્ટ્રેલિયા એ સામેની ત્રણ મેચની ઓડીઆઈ સિરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. શ્રેયસ ઐયરને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા એ ટીમ હાલમાં ભારતના પ્રવાસે છે, લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બે મેચની બિનસત્તાવાર ટેસ્ટ સિરીઝની બીજી મેચ રમી રહી છે.

ત્યારબાદ તેઓ ભારત એ ટીમ સામે ત્રણ મેચની ઓડીઆઈ સિરીઝ રમશે, જે બધી જ મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમ ખાતે રમાશે. અભિષેક શર્મા, તિલક વર્મા અને અર્શદીપ સિંહને ઓસ્ટ્રેલિયા એ સામેની ત્રણ મેચની ઓડીઆઈ સિરીઝની પ્રથમ મેચમાં સામેલ કરવામાં આવ્યા નથી, કારણ કે તેઓ એશિયા કપમાં ભાગ લેવાને કારણે મુખ્ય ભારતીય ટીમમાં છે, જે પાછળથી જોડાશે.

ભારત એ ટીમની વાત કરીએ તો, રિયાન પરાગ, આયુષ બદોની, રવિ બિશ્નોઈ અને અભિષેક પોરેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા છ સામેની આ સિરીઝની પહેલી મેચ ૩૦ સપ્ટેમ્બરે રમાશે, જ્યારે બીજી અને ત્રીજી મેચ ૩ અને ૫ ઓક્ટોબરે રમાશે. ત્રણેય મેચ બપોરે ૧ઃ૩૦ વાગ્યે શરૂ થશે. શ્રેયસ ઐયરની વાત કરીએ તો, તે ઘણા સમયથી ટીમ ઈન્ડિયામાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે અને ઓસ્ટ્રેલિયા છ સામેની આ ઓડીઆઈ સિરીઝ તેના માટે મહત્વપૂર્ણ રહેશે.

૦ ઓસ્ટ્રેલિયા એ સામેની પહેલી ઓડીઆઈ માટે ભારતીય એ ટીમ ઃ શ્રેયસ ઐયર (કેપ્ટન), પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), રિયાન પરાગ, આયુષ બદોની, સૂર્યાંશ શેડગે, વિપ્રજ નિગમ, નિશાંત સિંધુ, ગુર્જપનીત સિંહ, યુદ્ધવીર સિંહ, રવિ બિશ્નોઈ, અભિષેક પોરેલ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, સિમરજીત સિંહ.

ઓસ્ટ્રેલિયા એ સામેની બીજી અને ત્રીજી વન-ડે માટે ભારત એ ટીમ ઃ શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), રિયાન પરાગ, આયુષ બદોની, સૂર્યાંશ શેડગે, વિપ્રરાજ નિગમ, નિશાંત સિંધુ, ગુર્જપનીત સિંહ, યુધવીર સિંહ, રવિ બિશ્નોઈ, અભિષેક પોરેલ (વિકેટકીપર), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.