પાવાગઢ ડુંગર પર ધોધમાર વરસાદ વરસતાં રોપ-વે સેવા બંધ કરાઇ

ગોધરા, પંચમહાલ જિલ્લાનું પ્રખ્યાત ધાર્મિક તથા પ્રવાસનસ્થળ પાવાગઢ ડુંગર ધોધમાર વરસાદની ઝાપટામાં ભીંજાઈ ગયું હતું. વહેલી સવારથી જ વરસેલા ભારે વરસાદને કારણે શ્રદ્ધાળુઓને માતાજીના દર્શન માટેની યાત્રામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
ભારે વરસાદને કારણે રોપ-વે સેવા તાત્કાલિક બંધ રાખવી પડી હતી, જેના કારણે યાત્રાળુઓને પગથિયાં પરથી જ દર્શનાર્થી ચઢાણ કરવું પડ્યું.
પગથિયાં પરથી પાણીના તીવ્ર પ્રવાહ વહેતા થતાં શ્રદ્ધાળુઓ માટે અવરજવર કઠિન બની ગઈ હતી. તેમ છતાં, પ્રકૃતિના આ અનોખા રમણીય દ્રશ્યોમાં યાત્રાળુઓ માતાજીના દર્શન કરીને ધન્યતા અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરતા જોવા મળ્યા હતા.
વરસાદના કારણે પાવાગઢના પગથિયાં પાણીથી છલકાઈ ગયા હતા અને આસપાસનો વિસ્તાર ઘેરા વાદળોથી ઢંકાઈ જવાથી અદ્ભુત નજારો સર્જાયો હતો. આજે પણ વરસાદી માહોલ વચ્ચે હજારો ભક્તોએ માતાજીના દર્શન માટે આગ્રહપૂર્વક યાત્રા કરી હતી.
ઘણાં ભક્તો વરસાદમાં ભીંજાતા ભક્તિમય ગીતો ગાતાં ગાતાં ચઢાણ કરતા જોવા મળ્યા હતા.સ્થાનિક તંત્રએ સુરક્ષાના ભાગરૂપે યાત્રાળુઓને સાવચેત રહેવા સૂચના આપી હતી અને જરૂરી મદદ માટે કર્મચારીઓને તૈનાત રાખ્યા હતા.
વરસાદે મુશ્કેલીઓ ઊભી કરી હોવા છતાં, પાવાગઢ પર ભક્તિભાવ અને કુદરતી સૌંદર્યનું અનોખું સંયોજન સર્જાયું હતું.પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે નવરાત્રીના પાવન પર્વ દરમ્યાન ભક્તોના ભારે ધસારામાં એક દુઃખદ ઘટના બની હતી. ભદ્રકાળી માતાજીના મંદિર તરફ જતાં રસ્તા પર એક ભાવિકનો પગ લપસતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી.
ઘટના બનતાં જ પાવાગઢ રોપ-વે કંપનીની રેસ્ક્યુ ટીમે માનવતાભરી તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી અને ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર સાથે હોસ્પિટલ તરફ ખસેડવામાં આવ્યો હતો.SS1MS