મેડોકની ફિલ્મમાં કિઆરાને બદલે અનીતને લેવાનું કારણ બહાર આવ્યું

મુંબઈ, એક તરફ મેડોક ફિલ્મ્સ દ્વારા અનીત પડ્ડા ‘શક્તિ શાલિની’માં કામ ન કરતી હોવાની જાહેરાત કરવામાં આવી હતી, બીજી તરફ એવી ચર્ચા છે કે અનીત પડ્ડાએ આ ફિલ્મમાં કિઆરા અડવાણીને રીપ્લેસ કરી છે. પહેલાં કિઆરા અડવાણી આ રોલ કરવાની હોવાની ચર્ચા હતી.
પરંતુ કેટલાંક વિશ્વાસપાત્ર સુત્રોના જણાવ્યા અનુસાર, એ નક્કી છે કે અનીત પડ્ડાએ કિઆરાને રીપ્લેસ કરી છે અને તેના બે કારણ છે. પહેલું તો કિઆરાની આ ફિલ્મ સાથે તારીખો મેળ ખાતી નહોતી. સુત્રના જણાવ્યા અનુસાર, “શક્તિ શાલિની ૨૦૨૫ના અંત સુધીમાં શરૂ કરવું જ પડે એવું છે અને કિઆરાની ડાયરી ભરચક છે. હાલ તે સૌથી વ્યસ્ત એક્ટ્રેસ છે.
તે ૨૦૨૬ના લગભગ શરૂઆતના છ મહિના સુધી વ્યસ્ત છે. બીજી તરફ આ ફિલ્મનું પાત્ર એવું છે કે એમાં હિરોઇનનું પાત્ર ૨૦ વર્ષની ઉંમરનું પણ બતાવવાનું છે અને કિઆરા શરૂઆતમાં થોડી મોટી છોકરીનો રોલ કરવાની હતી.
આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને તેણે ફિલ્મ છોડવાનું નક્કી કર્યું અને અનીત પડ્ડા માટે રસ્તો ખોલી દીધો.”જોકે, આ મુદ્દે હજુ કોઈ ઓફિશિયલ જાહેરાતની રાહ જોવાઈ રહી છે, પરંતુ તેઓ હકારાત્મક સમજુતીથી હાલ અલગ થયા છે.
સુત્રના જણાવ્યા અનુસાર, “કિઆરા અને દિનેશ વિજાન બંનેને એકબીજા સાથે સારું બને છે અને તેઓ ભવિષ્યમાં ચોક્કસ સાથે કામ કરશે. કિઆરાને દિનેશ વિજાને એક પાત્રનું વચન પણ આપ્યું છે, તેને એકાદ મહિનામાં નવી ફિલ્મની સ્ક્રિપ્ટ મોકલવામાં આવશે. કારણ કે મેડોક એકસાથે ઘણી ફિલ્મ પર કામ કરે છે અને તેથી તેઓ ભવિષ્યમાં તેની સાથે કામ કરશે.” શક્તિ શાલિની ૨૦૨૬માં રિલીઝ થવાની શક્યતા છે.SS1MS