જોન અબ્રાહમ આગામી ફિલ્મમાં મિનાક્ષી ચૌધરી સાથે જોડી જમાવશે

મુંબઈ, જોન અબ્રાહમ ફોર્સ ૩ની તૈયારી કરી રહ્યો છે. આ એક પહેલાની બે ફિલ્મોની જેમ એક સુપરહિટ ફિલ્મ બનશે. અભિનેતાઓ પોતાની ફિલ્મ માટે સાઉથની અભિનેત્રી મિનાક્ષી ચૌધરીને સાઇન કરી છે.
અભિનેત્રી ફોર્સ ૩ દ્વારા બોલીવૂડમાં ડેબ્યુ કરશે. આ પ્રોજેક્ટનું નવેમ્બર ૨૦૨૫માં શૂટિંગ શરૂ કરવામાં આવશે અને ઓક્ટોબર ૨૦૨૬ સુધી શૂટિંગ પૂરુ કરવાની યોજના છે.
અભિનેતા રોહિત શેટ્ટી દિગ્દર્શિત કેશ મારિયાની બાયોપિક પર કામ કરી રહ્યો છે. જે પુરી થતા તરત જ ફોર્સ ૩ની તૈયારી કરશે. એક રિપોર્ટના અનુમાન મુજબ ફોર્સ ૩માં જોન અબ્રાહમની સાથે સાઉથ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી મિનાક્ષી ચૌધરી જોડી બનાવશે અને બોલીવૂડની તેની આ ડેબ્યુ ફિલ્મ બનશે.
રિપોર્ટમાં વધુ જણાવામાં આવ્યું હતું કે જોન અબ્રાહમે ઘણી અભિનેત્રીઓના ઓડિશન લીધા પછી મિનાક્ષીને પસંદ કરી છે. ફિલ્મમાં અભિનેત્રીની ભૂમિકા તેમની માફક એક્શન બેસ્ડ હશે, આના માટે તેને વિશેષ તાલીમ લેવી પડશે.
ફોર્સ ૩ને એક ‘સોફ્ટ રીબૂટ’ની માફક તૈયાર ક રવામાં આવી રહી છે. એટલે કે ફિલ્મની વાર્તામાં નવું ટિ્વસ્ટ અને નવી શરૂઆત હશે. જો કે ળેન્ચાઇઝીમાં પહેલી બે ફિલ્મોની માફક એક્શન અને રોમાંચની ફ્લેવર બરાબર હશે. આ ફિલ્મ પાવર- પેક એક્શન, રોમાંચક સ્ટોરી લાઇનથી દર્શકોનું મનોરંજન કરશે.જોન અબ્રાહમની ફોર્સ ૩ને ૨૦૨૬માં છ મહિનામાં રીલીઝ કરવાની યોજના છે.SS1MS