વી-જ્હોને રણબીર કપૂર સાથે નવું કેમ્પેઇન લોન્ચ કર્યું – “ફોટોકોપી નહીં, ઓરિજિનલ દિખો”

ગ્રૂમિંગ અંગે બોલ્ડ અને તાજગીસભર વિચાર જે વ્યક્તિત્વ અને મૌલિકતાની ઉજવણી કરે છે
Mumbai, છથી વધુ દાયકાની ગ્રૂમિંગ લીડરશિપ સાથે ભારતની નંબર વન શેવિંગ ક્રીમ વી-જ્હોને બ્રાન્ડ એમ્બેસડર રણબીર કપૂરને રજૂ કરતા તેના નવા ઇન્ટિગ્રેટેડ કેમ્પેઇનના લોન્ચિંગની જાહેરાત કરી છે. “ફોટોકોપી નહીં, ઓરિજિનલ દિખો” ના શક્તિશાળી વિચારની આસપાસ તૈયાર કરાયેલું આ કેમ્પેઇન ગ્રૂમિંગ (શરીરની વિવિધ રીતે સંભાળ રાખવી) ને અનુકરણ નહીં પરંતુ પ્રમાણિકતા અને વ્યક્તિત્વનું પ્રતીક માનીને તેના પર એક નવો દ્રષ્ટિકોણ રજૂ કરે છે.
અનેક પેઢીઓથી વી-જ્હોન ભારતીય પરિવારોમાં એક જરૂરી વસ્તુ બની ગઈ છે જે વિશ્વાસ, ગુણવત્તા અને સુલભતા માટે જાણીતી છે. નવા કેમ્પેઇન સાથે બ્રાન્ડ આજના આત્મવિશ્વાસથી ભરપૂર ભારતીય પુરૂષોની આકાંક્ષાઓને અપનાવે છે જેઓ હવે કોઈની નકલ કરવામાં માનતા નથી પરંતુ તેઓ કેવા દેખાય છે, કેવું અનુભવે છે અને પોતે શું ધરાવે છે તેના દ્વારા પોતાના અસલ વ્યક્તિત્વને વ્યક્ત કરવા માંગે છે. Vi-John Launches New Campaign with Ranbir Kapoor – “Photocopy Nahi, Original Dikho”.
મેગાસ્ટાર અને કેમ્પેઇનનો ચહેરો એવો રણબીર કપૂર આ સંદેશ માટે એક કરિશ્મા અને પ્રાસંગિકતા લાવે છે. આ કેમ્પેઇન અંગે તેણે જણાવ્યું હતું કે આજની પેઢી કોઇને અનુસરવા નથી માંગતી. તે બધાથી અલગ તરી આવવા માંગે છે. તમે પોતાની અસલિયતને કેવી રીતે વ્યક્ત કરો છો તેમાં ગ્રૂમિંગ મોટો ભાગ ભજવે છે. મને એ ગમે છે કે વી-જ્હોન યુવાનોને કોઈની ફોટોકોપી ન બનવા અને પોતે જે છે તે વ્યક્ત કરવાનું જણાવી રહી છે. આ એક સરળ અને મજબૂત વિચાર છે જે સમયની સાથે ચાલે છે.
હાવસ ક્રિએટિવ દ્વારા કલ્પના કરાયેલું અને દેન્સ્યુ મીડિયા સાથેની ભાગીદારીમાં અમલમાં મૂકાયેલું આ કેમ્પેઇન ટીવી, ડિજિટલ, પ્રિન્ટ અને સોશિયલ મીડિયા પર રજૂ કરવામાં આવ્યું છે જે સમજદારી, તાજગી અને યુવા ઊર્જાના મિશ્રણ સાથે મુખ્ય રજૂઆતને જીવંત કરે છે. આ વાર્તા વી-જ્હોનને કેવળ એક શેવિંગ બ્રાન્ડ જ નહીં પરંતુ આત્મવિશ્વાસ વધારતી બ્રાન્ડ તરીકે રજૂ કરે છે જે પુરુષોને તેમની પોતાની અસલ ઓળખ વ્યક્ત કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
વી-જ્હોન ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર હર્ષિત કોચરે જણાવ્યું હતું કે “ફોટોકોપી નહીં, ઓરિજિનલ દિખો” કેમ્પેઇન સાથે અમે વ્યક્તિત્વની ઉજવણી કરી રહ્યા છીએ. વી-જ્હોન સુલભતા અને વિશ્વાસની હંમેશા હિમાયતી રહી છે પરંતુ આજના ગ્રાહકોને પ્રાસંગિકતા અને મૌલિકતા પણ જોઈએ છે. આ કેમ્પેઇન આ વિરોધાભાસને દર્શાવે છે. તે આપણને પરંપરા સાથે જોડેલા રાખે છે, સાથે સાથે આપણા અવાજને વધુ તીવ્ર તથા વધુ આધુનિક બનાવે છે.
કંપનીના જનરલ મેનેજર – માર્કેટિંગ આશુતોષ ચૌધરીએ ઉમેર્યું હતું કે આ કેમ્પેઇન વી-જ્હોનની બ્રાન્ડ પરિવર્તન યાત્રામાં એક મહત્વપૂર્ણ પગલું છે. તે ફક્ત ગ્રૂમિંગ પ્રોડક્ટ્સ રજૂ કરવા વિશે નથી – તે તમારી ઓળખ રાખવા વિશે છે. રણબીર વાર્તાનું નેતૃત્વ કરી રહ્યો છે અને અમારા ક્રિએટિવ પાર્ટનર્સ તેને તાજગીભરી વાર્તા કહેવા સાથે જીવંત બનાવી રહ્યા છે ત્યારે અમને આજના યુવાનો સાથે વધુ મજબૂત ભાવનાત્મક જોડાણ બનાવવાનો વિશ્વાસ છે.
આ કેમ્પેઇનમાં વી-જ્હોનની નવી પ્રીમિયમ શેવિંગ રેન્જ પર પણ પ્રકાશ પાડવામાં આવશે, જેમાં રેઝર્સની સાથે સલ્ફેટ-મુક્ત અને ડર્મેટોલોજી દ્વારા પરીક્ષણ કરાયેલ ફોર્મ્યુલેશનનો સમાવેશ થાય છે. આ નવીનતાઓ આધુનિક ભારતીય પુરુષોની વિકસતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બ્રાન્ડની પ્રતિબદ્ધતાને દર્શાવે છે જે પર્ફોર્મન્સ, સંભાળ અને મૌલિકતાને જોડે છે.
હાવસ ક્રિએટિવ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ ક્રિએટિવ ઓફિસર અનુપમા રામાસ્વામીએ જણાવ્યું હતું કે “વી-જ્હોન માટે અમારું નવું કેમ્પેઇન કેવળ પ્રોડક્ટ એડ જ નથી. તે વિશ્વભરમાં માનવીય વર્તણૂંકને ઝીલે છે અને તેમને પોતાની પસંદગીનું ફરીથી મૂલ્યાંકન કરવા પ્રેરે છે. ટ્રેન્ડ્સને ફોલો કરવા સરળ છે પરંતુ ભીડમાંથી તમને બધાથી દૂર કરે તેવું કંઈ હોય તો તે છે તમારી પોતાની સ્ટાઇલ. રણબીર કપૂરે તેની વિશિષ્ટ ફિલ્મી અને માચો સ્ટાઇલમાં “ફોટોકોપી ન બનો” એવો જૂની માન્યતાઓને તોડતો વિઝ્યુઅલ મેસેજ આપ્યો છે.”
“ફોટોકોપી નહીં, ઓરિજિનલ દિખો” સાથે, વી-જ્હોન ગ્રૂમિંગનો અર્થ શું છે તેની ફરીથી વ્યાખ્યા કરે છે: અનુરૂપતા નહીં, પરંતુ આત્મવિશ્વાસ; અનુકરણ નહીં, પરંતુ વ્યક્તિત્વ. આ કેમ્પેઇન બ્રાન્ડના “ગ્રૂમિંગ ઈન્ડિયા” ના છ દાયકાના વારસાને વફાદાર રહીને આગામી પેઢી માટે સુસંગત રહેવાના મિશનને દર્શાવે છે.
હાવસ ક્રિએટિવ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ ક્રિએટિવ ઓફિસર અનુપમા રામાસ્વામીએ જણાવ્યું હતું કે “વી-જ્હોન માટે અમારું નવું કેમ્પેઇન કેવળ પ્રોડક્ટ એડ જ નથી. તે વિશ્વભરમાં માનવીય વર્તણૂંકને ઝીલે છે અને તેમને પોતાની પસંદગીનું ફરીથી મૂલ્યાંકન કરવા પ્રેરે છે. ટ્રેન્ડ્સને ફોલો કરવા સરળ છે પરંતુ ભીડમાંથી તમને બધાથી દૂર કરે તેવું કંઈ હોય તો તે છે તમારી પોતાની સ્ટાઇલ. રણબીર કપૂરે તેની વિશિષ્ટ ફિલ્મી અને માચો સ્ટાઇલમાં “ફોટોકોપી ન બનો” એવો જૂની માન્યતાઓને તોડતો વિઝ્યુઅલ મેસેજ આપ્યો છે.”