Western Times News

Gujarati News

ટાટા પાવર રિન્યુએબલ્સના MSME તેમજ C&I ગ્રાહકો માટે 10 મેગાવૉટ સુધીના સોલરપાવર પ્રોજેક્ટને બેંક ઑફ બરોડા ફાઈનાન્સ કરશે

Presentation Image

MSME તથા C&I ગ્રાહકોને સ્વચ્છ ઊર્જા માટે પ્રોત્સાહિત કરવા ટાટા પાવર રિન્યુએબલ અને બેંક ઑફ બરોડા વચ્ચે MoU

— ગ્રાહકો માત્ર 7.75% ના આકર્ષક વ્યાજદરે CGTMSE કવરેજ સાથે રૂપિયા 10 કરોડ સુધી જામીનગીરી-મુક્ત લોન મેળવી શકશે

મુંબઈઃ ભારતની અગ્રણી રિન્યુએબલ ઊર્જા કંપનીઓ પૈકી એક અને ટાટા પાવર કંપની લિમિટેડ (ટાટા પાવર)ની પેટા કંપની ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડ (TPREL) ભારતની જાહેર ક્ષેત્રની એક અગ્રણી બેંક, બેંક ઑફ બરોડા સાથે એમઓયુ કર્યા છે. આ એમઓયુ હેઠળ સોલર ઊર્જાનો વિકલ્પ અપનાવનાર એમએસએમઈ તેમજ કોમર્સિયલ અને ઈન્ડસ્ટ્રીયલ (સી એન્ડ આઈ) ગ્રાહકોને લોનની સુવિધ મળી રહેશે.

આ ભાગીદારી અંતર્ગત, TPREL અથવા તેના ઑથોરાઈઝ ભાગીદાર મારફત સોલર સાધનો મેળવીને 10 મેગાવૉટ સુધીના પ્લાન્ટ સ્થાપવા માગે તેમને બેંક ઑફ બરોડા દ્વારા નાણાકીય સહાય આપવામાં આવશે. આ પહેલનો આશય MSME તથા C&I ગ્રાહકોને વધુ સરળતા માટે, તેમનો ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે તેમજ આ દિશામાં દેશના લક્ષ્યાંક સિદ્ધ કરવામાં પોતાનું યોગદાન આપવા સ્વચ્છ ઊર્જા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

ફાઈનાન્સની આ યોજનામાં ઘણા લાભ છે, જેમ કે- 7.75% નો પ્રારંભિક વ્યાદજર, CGTMSE (ક્રેડિટ ગેરેન્ટી ફંડ ટ્રસ્ટ ફૉર માઈક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઈઝીસ) કવરેજ હેઠળ રૂપિયા 10 કરોડ સુધી જામીનગીરી-મુક્ત લોન, 120 મહિના સુધી ફ્લેક્સિબલ રિપેન્ટ શરતો, સમગ્ર ભારતમાં ફાઈનાન્સ કવરેજ, ઘટાડેલી માર્જિન જરૂરિયાતો (20% થી શરૂ) તથા રાહતદરે પ્રોસેસિંગ ફી વગેરેનો સમાવેશ થાય છે.

ઑગસ્ટ 2025 સુધીમાં TPREL દ્વારા 2.49 લાખ રૂફટોપ ઈન્સ્ટોલેશન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે જેના દ્વારા કુલ 3.6 ગીગાવૉટ સોલર ઊર્જાનું ઉત્પાદન થશે. સી એન્ડ આઈ ક્ષેત્રમાં TPREL દ્વારા હોસ્પિટાલિટી, ઑટોમોટિવ, એવિએશન, શિક્ષણ, HVAC, કેમિકલ, સ્ટીલ, ઈલેક્ટ્રોનિક્સ તથા ટેક્સટાઈલ જેવાં વિવિધ ક્ષેત્રોના ગ્રાહકોને સેવા આપવામાં આવી છે.

આ એમઓયુથી વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં સ્વચ્છ ઊર્જાને પ્રત્સાહિત કરવાની TPRELની પ્રતિબદ્ધતા વ્યક્ત થાય છે. ઉપરાંત તેના દ્વારા ઓછા કાર્બનયુક્ત અર્થતંત્રની દિશામાં ભારતની ગતિને ટેકો આપવાની બેંક ઑફ બરોડાની ઈચ્છાશક્તિ દર્શાવે છે.

એટલું જ નહીં પરંતુ, દેશ 2030 સુધીમાં 500 ગીગાવૉટ સ્વચ્છ ઊર્જાનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખે છે ત્યારે આ એમઓયુ ભારતની રિન્યુએબલ ઊર્જાની પ્રગતિના માર્ગમાં TPRELની અગ્રીમ ભૂમિકા સુનિશ્ચિત કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.