યુપીમાં યુવકે રૂ.૩૯ કરોડના વીમા ક્લેઇમ માટે પિતાની હત્યા કરી અકસ્માતમાં ખપાવી

હાપુડ, ઉત્તરપ્રદેશના હાપુડમાં એક યુવકે વીમાની જંગી રકમની લાલચમાં મિત્રની સાથે મળીને માતા-પિતાની હત્યા કરી હોવાની ચોંકવનારી ઘટના બની છે. તેણે આ હત્યાને માર્ગ અકસ્માતમાં પણ ખપાવી દીધી હતી.
તેણે ૨૦૧૭માં માતાની હત્યા કરીને એક કંપની પાસેથી રૂપિયા ૨૨ લાખ વીમા ક્લેમપેટે વસૂલ્યો લીધો હતો.યુવકે એક વર્ષ પહેલા પિતાની હત્યા કરીને વિવિધ વીમા કંપનીઓ સમક્ષ રૂપિયા ૩૯ કરોડના ક્લેમ મૂક્યા હતા. આ મામલામાં એક કંપનીએ યુવકને ક્લેઇમ પેટે દોઢ કરોડ રૂપિયા આપી દીધા હતા, પરંતુ નિવા બૂપા હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીએ પૈસા આપતા પહેલા તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન આ વીમા કંપનીને જાણવા મળ્યું કે આરોપીએ અલગ-અલગ ૫૦ કંપનીઓ પાસેથી વીમા લીધા હતા. આરોપીએ કેટલાક વર્ષ પહેલા તેની પત્ની અને માતા-પિતાના મોતને પણ દુર્ઘટનામાં ખપાવ્યા હતા.
ત્યાર પછી શંકા પ્રબળ બની, અને કંપનીએ યુવકના પિતાના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને હોસ્પિટલ રેકોર્ડને મેચ કર્યા તો બંનેમાં વિરોધાભાસ જોવા મળ્યો. આ શંકાના આધારે કંપનીએ હાપુડ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી.પોલીસે આરોપી વિશાલ સિંઘલ અને તેના મિત્રની ધરપકડ કરી છે. પૂછપરછમાં વિશાલે માતા-પિતાની હત્યાનો ગુનો કબૂલ્યો છે.
હવે પોલીસ તેની પત્નીની હત્યાના મામલાની તપાસ કરી રહી છે. હકીકતમાં, પત્નીના મોત પછી પણ આરોપીને વીમા કંપની પાસેથી રૂ. ૮૦ લાખ ક્લેઇમ પેટે મળ્યા હતા. ૨૦૨૪માં આરોપીએ રૂ.૩૯ કરોડનો વીમા ક્લેઇમ કર્યાે હતો. યુવકના પિતા મુકેશ સિંઘલનું ૨૭મી માર્ચ ૨૦૨૪એ અજાણ્યા વાહને ટક્કર મારતા મોત થયાની વિગતો ઉપજાવી કાઢી હતી.SS1MS