રૂ. ૬ કરોડની છેતરપિંડીના કેસમાં જામીન આપનાર જજોની સુપ્રીમે ટીકા કરી

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે એક ખાનગી કંપની સાથે રૂ.છ કરોડથી વધુની છેતરપિંડી કરનાર આરોપી દંપતિને જામીન આપનાર દિલ્હીના નીચલી કોર્ટની કડક શબ્દોમાં ટીકા કરી છે અને જજોને પણ ફટકાર લાગવી છે.
કડકડડૂમા કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અને સેશન્સ જજે આરોપીને જામીન આપતી વખતે બેદરકારી દાખવી છે એમ કહીને સુપ્રીમ કોર્ટે બંને જજોને દિલ્હી જ્યુડિશિયરી એકેડમીમાં ઓછામાં ઓછા સાત દિવસ માટે તાલીમ લેવાનો આદેશ આપ્યો છે.
સમગ્ર મામલો એવો છે કે એક કંપનીના કહેવા મુજબ આરોપી દંપતિએ જમીન ટ્રાન્સફર કરવા કંપની પાસેથી રૂપિયા ૧.૯ કરોડ લીધા હતા, પરંતુ કંપનીને પાછળ પછીથી ખબર પડી કે જમીન તો પહેલાથી જ વેચી દીધી હતી અને ગીરવે મૂકેલી છે.
આરોપી દંપતિએ કંપનીને પૈસા પરત આપવાનો ઈનકાર કર્યાે હતો. આ સંદર્ભે ૨૦૧૮માં એક એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ મામલામાં દંપતિના આગોતરા જામીનની અરજી દિલ્હી હાઈકોર્ટ ૨૦૨૩માં ફગાવી દીધી હતી. તેમ છતાં એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટે એવો તર્ક આપ્યો હતો કે ચાર્જશીટ દાખલ થઈ ચુકી છે, એટલા માટે કસ્ટડીની કોઈ જરૂર નથી.
ત્યાર પછી સેશન્સ કોર્ટે પણ ઓગસ્ટ ૨૦૨૪માં આ આદેશ માન્યો રાખ્યો, એટલે દિલ્હી હાઈકોર્ટે પણ દખલ કરવાનો ઈનકાર કર્યાે હતો. છેવટે આ મામલામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે જામીનના મામલામાં કોઈ પણ કાયદાકીય સિદ્ધાંતને લાગુ કરતાં પહેલા, મુખ્ય રીતે તથ્યો અને પરિસ્થિતિઓના આધારે નિર્ણય લેવો જોઈએ.
આ મામલામાં સુપ્રીમ કોર્ટે આરોપી દંપતિને બે સપ્તાહમાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે. તેમજ ૧૦.૧૧.૨૦૨૩ અને ૧૬.૦૮.૨૦૨૪ના રોજ જામીન આપનાર જજોને ઓછામાં ઓછા સાત દિવસ માટે ન્યાયિક તાલીમ લેવી પડશે.
જસ્ટિલ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને એસવીએન ભટ્ટીની બેન્ચે પોલીસ તરફથી ગંભીર ભૂલોને ધ્યાનમાં લઈને તપાસ અધિકારીના વર્તણૂંકની પણ તપાસ કરવાનો આદેશ આપ્યો છે.SS1MS