ગાંધીનગરના કલોલમાં ત્રણ યુવકોએ તળાવમાં પડી આપઘાત કર્યો

નવી દિલ્હી, ગુજરાતમાં હત્યા, આપઘાત સહિતની ઘટના સામે આવતી હોય છે, ત્યારે ગાંધીનગરના કલોલમાં ત્રણ યુવકે તળાવમાં પડીને આત્મહત્યા કરી છે.
આપઘાત પહેલા યુવકોએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યાે હતો. સમગ્ર ઘટનાને લઈને કલોલ પોલીસે યુવકો મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, કલોલમાં નારદીપુર ગામના ત્રણ યુવકે તળાવમાં ઝંપલાવીને મોતને વ્હાલું કર્યું. યુવકોના નામ ધૈર્ય શ્રીમાળી (ઉં.વ.૨૧), કૌશિક મહેરીયા (ઉં.વ.૨૩), અશોક વાઘેલા (ઉં.વ.૩૯) છે.
ઘટના પહેલા યુવકોએ વીડિયો બનાવ્યો હતો અને પછી ઈન્સ્ટાગ્રામમાં વાઈરલ કર્યાે હતો. જ્યારે ત્રણેય યુવકો દારૂના નશામાં હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે, આ ઘટના બે દિવસ પહેલા એટલે કે ૨૭ સપ્ટેમ્બરની રાત્રે બની હોવાનું સામે આવ્યું છે. સમગ્ર બનાવને લઈને પોલીસે વીડિયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે.SS1MS