Western Times News

Gujarati News

અપહરણ કરી હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા

સુરત, સુરતના ઊનમાં કરિયાણાના વેપારીના પુત્રનું અપહરણ કરી લાશના ટુકડા કર્યા બાદ થેલામાં ભરી ફેકી દેવાના કેસમાં કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા અને ૫૦ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યાે હતો.

સુરત શહેરના ઉનના ભીંડી બજારમાં જગદીશચંદ્ર નારાયણલાલ તેલીનું પરિવાર રહે છે. તેઓ કરિયાણાની દુકાન ચલાવે છે. ગઈ તારીખ ૧૯-૧-૨૦૧૩ના જગદીશચંદ્રના ૧૯ વર્ષીય પુત્ર કમલેશનું અપહરણ થયું હતું. અપહરણકારે જગદીશચંદ્રને ફોન પર જણાવ્યું હતું કે, તુમારે લડકે કો હમને કિડનેપ કર લીયા હૈ”, સામે “કહા સે બોલતે હો” તેમ પુછતા તે સચિન શબ્દ બોલી અટકી ગયો હતો.

એટલે તેને પૂછ્યું હતું કે “આપ કો કયા ચાહીએ?” તેવુ પૂછતા સામેથી હિન્દીમાં જણાવ્યું હતું કે “મુજે દસ લાખ રૂપિયા ચાહીયે, મે જગહ કલ બતાઉંગા પોલીસ કો બતાના મત નહી તો આપ જાનો” તેમ કહી ફોન કટ કરી દીધો હતો, ત્યારબાદ જગદીશચંદ્રએ દિકરાના ફોન ઉપર વારંવાર ફોન કરી સંપર્ક કરવા કોશિષ કરતા ફોન સ્વીચ ઓફ આવતો હતો.

દીકરાના અપહરણ અંગે જગદીશચંદ્રએ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસ દરમિયાન બમરોલી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી વિમલ(ગુટખા)ના થેલામાંથી અપહૃત કમલેશની લાશના ટુકડા મળી આવ્યા હતા.

હત્યાના બનાવમાં પોલીસે આરોપી રાકેશકુમારસીંગ ઉર્ફે રાજુસીંગ ઉર્ફે સુખાડી, શ્યામલાલસીંગ કુસ્વાહ, (રહે, પાંડેસરા વડોદ ગણેશનગર શિવનગર પ્લોટ નં.૫, લાલજીવર્માના મકાનમાં, સુરત. મુળ વતન બકુઆ, થાના-રોશતાસ, પો.અમજોર, જી.રોશતાસ, બિહારને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

આ આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરતાં આ કેસ ન્યાયિક કાર્યવાહી માટે ચાલ્યો હતો. સુરતની સેશન્સ કોર્ટે આરોપી રાજેશકુમાંને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા અને ૫૦ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યાે હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.