જન્મદિવસ પર રણબીર કપૂરે ફેન્સને આપ્યું સરપ્રાઈઝ

મુંબઈ, બોલિવૂડના અભિનેતા રણબીર કપૂરે તેના ૪૩નો જન્મદિવસ પરિવાર સાથે ઉજવ્યો. દીકરી રાહાએ પણ તેના પિતાને ગળે વળગીને જન્મદિવસની શુભેચ્છા આપી. જન્મદિવસના શુભ અવસરે રણબીરે તેના ચાહકોને પણ એક સારા સમાચાર આપ્યા છે.
રણબીર કપૂરે કન્ફર્મ કર્યું કે તે જલદી ડિરેક્ટર પણ બની શકે છે. એક ઇન્ટરવ્યૂમાં રણબીરે જણાવ્યું છે કે તેની પાસે અમુક આઈડિયા તૈયાર છે જેની પર તે ટૂંક સમયમાં કામ કરશે.
નોંધનીય છે કે રણબીર કપૂરે ઘણા સમય પહેલા પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરતાં જણાવ્યું હતુ કે તે પોતે એક્ટર તો છે, પણ તે ડિરેક્ટર પણ બનવા ઈચ્છે છે. અભિનેતાએ કહ્યું, ‘એક ફિલ્મ ડિરેક્ટ કરવા હું ખૂબ જ ઉત્સુક છું.
મે અત્યારે રાઇટર્સ રૂમની શરૂઆત કરી છે. મારી પાસે હજી બે આઇડિયા છે, જેની પર કામ ચાલી રહ્યું છે અને આશા છે કે તે કામ મને ખૂબ પ્રેરિત કરશે’.સંજય લીલા ભણસાલીની લવ એન્ડ વોર ફિલ્મ અંગે વાત કરતાં રણબીરે કહ્યું, કે ‘મારા બે પ્રિય એક્ટર, મારી પત્ની આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલ પણ આ ફિલ્મમાં છે. હું ૧૮ વર્ષથી સંજય લીલા ભણસાલી સાથે કામ કરી રહ્યો છું.
તેમણે મને હિન્દી સિનેમામાં ઘણું શીખવ્યું છે.’ રણબીરે કહ્યું,’મારો જન્મદિવસ ખૂબ જ સારો રહ્યો છે, હું આલિયા અને રાહા સાથે આખો દિવસ રહ્યો. મે કંઇ કર્યું નથી, કારણકે રાહાએ મને વચન આપ્યુ હતુ કે તે મને ૪૩ કિસી કરશે. તેણે મારી માટે એક સુંદર કાર્ડ બનાવ્યું છે. જે મને ખૂબ સારું લાગ્યું હતું.ચરણબીર ટૂંક સમયમાં નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકા ભજવશે.
સાઈ પલ્લવી સીતાની ભૂમિકા ભજવશે અને યશ રાવણની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનો પહેલો ભાગ આગામી દિવાળીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.SS1MS