રુ. 3,330 કરોડનું સંયુક્ત સાહસ ભાગીદારીથી સ્થાપવા UST અને કેઇન્સ સેમિકોન વચ્ચે કરાર થયા

કંપની મેક ઈન ઈન્ડિયા પહેલ અંતર્ગત મેન્યુફેક્ચરિંગ બેઝ બનાવવા માગતી હોઈ આ જોડાણમાં UST તરફથી વ્યૂહાત્મક રોકાણનો સમાવેશ થાય છે
અમદાવાદ, 29 સપ્ટેમ્બર 2025: અગ્રણી AI અને ટેકનોલોજી ટ્રાન્સફોર્મેશન સોલ્યુશન્સ કંપની UST એ જાણીતી ભારતીય સેમિકન્ડક્ટર ઉત્પાદક કેઇન્સ સેમિકોનમાં વ્યૂહાત્મક રોકાણની જાહેરાત કરી છે. આ રોકાણ અંતર્ગત બંને કંપનીઓ વચ્ચે વધુ વ્યાપક સહયોગનો પાયો નખાયો છે,
કારણ કે તેઓ ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિક વાહનો (EVs), રિન્યુએબલ્સ અને કન્ઝ્યુમર ટેકનોલોજીના આગામી યુગને સક્ષમ બનાવવા માટે સાથે મળીને કામ કરશે. વધુમાં, આ ભાગીદારી ભારતની અગ્રણી સેમિકન્ડક્ટર હબ બનવાની મહત્વાકાંક્ષાને વેગ આપવાની સાથે સાથે જ ગુણવત્તા, વિશ્વસનીયતા અને સ્થાનિક મૂલ્યને પ્રોત્સાહન આપે છે, જ્યારે વૈશ્વિક સ્તરે અદ્યતન સોલ્યુશન્સ ઉપલબ્ધ બનાવે છે.
USTની વૈશ્વિક હાજરી અને હાલનો સેમિકન્ડક્ટર ક્લાયન્ટ બેઝ તેને કેઇન્સ સેમિકોન માટે એક મૂલ્યવાન ભાગીદાર બનાવે છે, જે નવા ગ્રાહકો માટે ભારતીય એસેમ્બલી અને પરીક્ષણના લાભોનો ઉપયોગ કરવાની તકો ઊભી કરે છે. આ ભાગીદારી USTના ડિજિટલ એન્જિનિયરિંગ, AI-સંચાલિત પ્રક્રિયા સુધારાઓ અને રીઅલ-ટાઇમ ડેટા વિશ્લેષણનો પણ લાભ લેશે, જે સ્કેલ, વિશ્વસનીયતા અને છુપાં ખર્ચા નિવારવા માટે આવશ્યક છે.
ભારતનો સેમિકન્ડક્ટર ઉદ્યોગ સતત વૃદ્ધિ પામી પરિપક્વ થઈ, આત્મનિર્ભર અને નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજીમાં નેતૃત્વ હાંસલ કરવાના તેના લાંબાગાળાના ઉદ્દેશ તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે ત્યારે મેક ઈન ઈન્ડિયાની વૃદ્ધિ અંગેની વ્યૂહરચનાના માર્ગદર્શનથી પ્રેરિત આ જોડાણ યોગ્ય સમયે કરાયું છે. આ બે અગ્રણી કંપનીઓ ઇલેક્ટ્રોનિક્સ અને એન્જિનિયરિંગમાં ગુજરાતના સાણંદ ખાતે ₹3,300 કરોડની વિશ્વ-કક્ષાની OSAT (આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ) સુવિધા સ્થાપીને આ પ્રયાસોને વધુ આગળ વધારશે. OSAT ભારતમાં પ્રમાણમાં નવું ક્ષેત્ર છે, અને તેના સફળ વિકાસ માટે આ ક્ષેત્રમાં કેન્સના અનુભવ અને R&D અને પરીક્ષણમાં USTની ક્ષમતાઓનું સંયોજન જરૂરી છે.
USTના સીઈઓ કૃષ્ણા સુધીન્દ્રએ આ પ્રસંગે જણાવ્યું હતું કે: “UST અને કેઇન્સ સેમિકોન વચ્ચેની આ મહત્વાકાંક્ષી ભાગીદારી ભારતમાં સેમિકન્ડક્ટર ઉત્પાદનના ભવિષ્યને નવો આકાર આપવામાં મદદરૂપ બની રહેશે. “મેક ઇન ઇન્ડિયા” પહેલમાં ભાગ લઈને અમે ગૌરવનો અનુભવ કરીએ છીએ. અમારી બે મહાન કંપનીઓ સાથે મળીને ભારતીય બજારની ક્ષમતાઓનો ઉપયોગ કરશે અને ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં મુખ્ય દેશ બનવા માટે એક મજબૂત પાયાનું નિર્માણ કરશે.”
USTના ચીફ ઓપરેટિંગ ઓફિસર, ગિલરોય મેથ્યુએ જણાવ્યું હતું કે “કેઇન્સ સેમિકોન UST જેવા જ મૂલ્યોના આધારે રચાયેલું છે, અને હું અમારી બે મહાન કંપનીઓ વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે ઉત્સાહિત છું. અમે સાથે મળીને ભારતમાં અદ્યતન સેમિકન્ડક્ટર કમ્પોનન્ટ્સના વિકાસ, ઉત્પાદન અને એસેમ્બલીને વેગ આપીને વધતી વૈશ્વિક માંગને પહોંચી વળવા સહયોગ કરીશું.”
કેઇન્સ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ, રઘુ પાનીકરે જણાવ્યું હતું કે “UST સાથેની અમારી ભાગીદારી વૈશ્વિક સ્તરના ઉત્પાદન અને ડિજિટલ એન્જિનિયરિંગની કુશળતાને એકસાથે લાવે છે. આ જોડણથી કેઇન્સ સેમિકોનને અદ્યતન OSAT સોલ્યુશન્સ પ્રદાન કરવામાં સક્ષમતા મળવાની સાથે જ, ભારતની આત્મનિર્ભર સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં મદદ મળશે.”
કેઇન્સ ટેકનોલોજીના મેનેજિંગ ડિરેક્ટર રમેશ કન્નને આ પ્રસંગે જણાવ્યું હતું કે, “UST સાથે કેઇન્સ સેમિકોનનો સહયોગ એ “મેક ઇન ઇન્ડિયા” મિશન માટે એક ગૌરવપૂર્ણ સીમાચિહ્ન છે. અમે સાથે મળીને એક એવું પ્લેટફોર્મ બનાવી રહ્યા છીએ જે માત્ર ભારત માટે જ નહીં, પરંતુ વૈશ્વિક બજાર માટે પણ સેમિકન્ડક્ટર એસેમ્બલી, પરીક્ષણ અને નવીનતા માટેના નવા માપદંડો સ્થાપિત કરશે.”
કેઇન્સ સેમિકોન એ કેઇન્સ ટેકનોલોજી ઇન્ડિયા લિમિટેડની સંપૂર્ણ માલિકીની સેમિકન્ડક્ટર ક્ષેત્રે કાર્યરત પેટાકંપની છે. 2008માં સ્થાપિત, કેઇન્સ ટેકનોલોજી એક અગ્રણી એન્ડ-ટુ-એન્ડ અને IoT સોલ્યુશન્સ સજ્જ સંકલિત ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કંપની છે, અને ભારતમાં લિસ્ટેડ કંપની છે. (BSE: 543664, NSE: KAYNES).