KDCC બેંકના ચેરમેન, બોર્ડના તમામ ડિરેક્ટર સહિત બેંક સાથે જોડાયેલા ૩.૫૦ લાખથી વધુ સદસ્યો PMને પોસ્ટકાર્ડ પાઠવશે

(પ્રતિનિધિ) નડિયાદ, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દીર્ધદ્રષ્ટિથી દેશમાં સહકાર ક્ષેત્રે એક નવી ઉર્જાનો સંચાર થયો છે. સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે દેશના સહકારી ક્ષેત્રને વૈશ્વિક સ્તરે લઇ જવાના વડાપ્રધાનના પ્રયાસો બદલ આભાર વ્યકત કરતાં કેડીસીસી બેંક તરીકે જાણીતી ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ.-
નડિયાદના ચેરમેન તેજસ પટેલ, બોર્ડના તમામ ડિરેક્ટર સહિત બેંક સાથે જોડાયેલા ૩.૫૦ લાખથી વધુ સદસ્યો પોસ્ટકાર્ડ પાઠવશે. જેમાં ખાસ કરીને ગ્રામીણ ભારતને ડિજિટલ બનાવવાના વડાપ્રધાનના વિઝનની સરાહના કરવામાં આવી છે.
કેડીસીસી બેંકના ચેરમેન તેજસ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કોઓપરેશન એમોન્ગસ્ટ કોઓપરેટિવ્સ એટલે સહકારી મંડળીઓ વચ્ચે સહકારના કન્સેપ્ટથી હવે નાની મંડળીઓ મોટી મંડળીઓ સાથે મળીને કામ કરી રહી છે, જેના કારણે સહકારી મંડળીઓ વચ્ચે સહકાર વધ્યો છે. મલ્ટીસ્ટેટ સહકારી મંડળીઓ જેવી કે દ્ગઝ્રઈન્, દ્ગર્ઝ્રંન્ અને મ્મ્જીન્ના સભાસદ બનવાથી ખેડૂતોને રાષ્ટ્રીય સ્તરે વેપાર અને સેવાઓનો લાભ મળી રહ્યો છે.
આ ઉપરાંત કોમન સર્વિસ સેન્ટર-સીએસસી દ્વારા ગ્રામ્ય કક્ષાએ જ તમામ સુવિધાઓ ઉપલબ્ધ થતાં લોકોના સમય અને પૈસા બંનેની બચત થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળી પેક્સ કોમ્પ્યુટરાઇઝેશન યોજના અંતર્ગત પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીમાં કમ્પ્યુટરની સુવિધાઓ ઉપલબ્ધ થતાં હવે બધા કામ ઝડપી અને પારદર્શક બન્યા હોવાથી ખેડૂતોને ખૂબ રાહત મળી છે.
આ ઉપરાંત ઝીરો ટકા વ્યાજ, વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના, ખેડૂતોને સ્જીઁનો લાભ, સ્વદેશી – વોકલ ફોર લોકલ તેમજ મહિલાઓને સ્વ-સહાય જૂથો (જીૐય્જ) દ્વારા આર્થિક રીતે આત્મનિર્ભર બનવાની તકો પૂરી પાડવા બદલ આભાર વ્યકત કરવામાં આવ્યો છે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે શરૂ કરાયેલી
અનેક કલ્યાણકારી યોજનાઓ સાથે ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સોલાર રૂફટોપ માટે મળતી સહાયથી ડેરી મંડળીઓનો વીજળી ખર્ચ ઘટ્યો અને પર્યાવરણને પણ લાભ થવા સાથે નાના અને મોટા પશુપાલકોને ઘણો ફાયદો થયો હોવાનો પોસ્ટકાર્ડ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ગાય સંવર્ધન માટે પેક્સ દ્વારા મળતી લોન સહાયથી વધુ સારી ગાયો રાખીને દૂધ ઉત્પાદન વધવાથી પશુપાલકોને આર્થિક રીતે સક્ષમ બનાવવાના સાથે પ્રેરક પ્રયાસની ખેડૂતો અને સહકારી મંડળીઓને સમૃદ્ધ બનાવવાના વડાપ્રધાનના વિઝનની સરાહના કરવામાં આવી છે.