૭૦૦ દિવાની મહાઆરતીઃ આધ્યાત્મિક ઉપાસનાથી કરાયેલી પ્રાર્થના પરિણામ બદલી શકે છે ?!

શ્રેયાંસનાથ પ્રભુ નરોડા કો. ઓ. હા. સો. લી., નરોડા ખાતે ૭૦૦ દિવાની મહાઆરતીનું હરિઓમ યુવક મડંળ દ્વારા આયોજન કરી શ્રી અંંબે માં ની આરતી ઉતારવામાં આવી હતી
વર્ષ ૧૯૮૯ થી આજદિન સુધી ગરબા મહોત્સવનું આયોજન થાય છે ! અને છેલ્લા ૧૨ વર્ષથી નવચંડી મહાયજ્ઞના આયોજન અને મહાપ્રસાદનું આયોજન કરાય છે !!
તસ્વીર નરોડા કઠવાડા રોડ ઉપર આવેલી શ્રેયાંસનાથ પ્રભુ નરોડા કો.ઓ.હા.સો.લી.માં દૈવીશક્તિની આરાધનાના ભાગરૂપે માં જગદંબાની ૭૦૦ દિવા પ્રગટાવી આરતી ઉતારવાનું આયોજન સોસાયટીના “શ્રી હરિઓમ યુવક મંડળ” દ્વારા કરાયું હતું ! તેની આ બોલતી તસ્વીર છે !
વર્ષ ૧૯૮૯ થી આજદિન સુધી શ્રેયાંસનાથ પ્રભુ નરોડા કો.ઓ.હા.સો.લી.માં નવરાત્રી મહોત્સવ યોજાય છે ! તેમાં યુવાનો સમય સાથે ઉત્સાહપૂર્વક ભાગ લેતા આવ્યા છે ! છેલ્લા ૧૨ વર્ષથી તો નવરાત્રી મહોત્સવની પૂર્ણાહુતિ દશેરાના દિવસે નવચંડી મહાયજ્ઞનું આયોજન કરી એક જ રસોડે શ્રી ક્રિશ્ના ગાર્ડનમાં મહાપ્રસાદ લઈ બધાં જમે છે ! અને બધાં આધ્યાÂત્મક ઉપાસનાના અવસરનો “મહાઆનંદ” લે છે !
એક મુખ્ય યજમાન સાથે બીજા કેટલાક સોસાયટીના સભાસદો નવચંડી મહાયજ્ઞમાં બેસીને આધ્યાÂત્મક ઉપાસનામાં ભાગ લે છે ! હાલ આ પરંપરા ચાલે છે ! તસ્વીર ૭૦૦ દિવાની આરતીના આધ્યાÂત્મક ઉપાસનાની છે ! બીજી તસ્વીર શ્રી અંબે માં ની ઘીયોડ મંદિરમાં પુજાતી મૂર્તિની છે ! જેમની શ્રી હરિઓમ યુવક મંડળે આ રીતે આરતી ઉતારવાનું આયોજન કર્યુ હતું !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
અમેરિકન જીવશાસ્ત્રી અને મહાન વૈજ્ઞાનિક એડવર્ડ ઓ. વિલ્સન કહે છે કે, “આપણાં બૌÂધ્ધક, માનસિક અને આધ્યાÂત્મક સંતોષની ચાવી કુદરત પાસે છે”! સ્વામી વિવેકાનંદે સરસ કહ્યું છે કે, “શ્રી પરમેશ્વર મળવા આવે છે ત્યારે બારણે ટકોર મારતો નથી”!! માનવીને એવા ઘણાં અનુભવો થયા છે !
જયારે માનવીને ર્ડાકટર કહે છે કે, “હવે એક માત્ર ઉપાય છે “પ્રાર્થના” કરો”! અને કયારેક આપણને એવો અનુભવ થાય છે કે, પ્રાર્થના પછી કયારેક પરિણામ બદલાઈ જાય છે ! જેને કયારેક માનવી ઈશ્વરનો કે દૈવીશક્તિનો ચમત્કાર કહે છે ! જયારે અશકય વસ્તુ શકય બને છે ! એ ફકત આધ્યાÂત્મક ઉપાસનાથી શકય બને છે ! પ્રાર્થના કરતા, કરતા તમારી આંખમાં આંસુ આવી જાય એવી પ્રાર્થના નહીં પણ તમારા હૃદયથી કરેલી પ્રાર્થના સાંભળી શ્રી ભગવાનની આંખમાં આંસુ આવી જાય એનું નામ “આધ્યાÂત્મક ઉપાસના”!
નરોડાની શ્રેયાંસનાથ પ્રભુ નરોડા કો.ઓ.હા.સો.લી.માં વર્ષ ૧૯૮૯ થી નવરાત્રી મહોત્સવ યોજાય છે ! જેમાં ધાર્મિક પરંપરા સાથે નવરાત્રી મહોત્સવ યોજાય છે, પરંતુ દૈવીશક્તિની ઉપાસનામાં સોસાયટીના ભાઈ-બહેનો અને યુવાનોની ભાવનાત્મક શ્રધ્ધા મહત્વનું પ્રદાન છે ! શ્રેયાંસનાથ પ્રભુ નરોડા કો.ઓ.હા.સો.લી.માં નવરાત્રી મહોત્સવમાં કાર્યરત શ્રી હરિઓમ યુવક મંડળ દ્વારા ૭૦૦ દિવાની આરતીનું આયોજન કરાયું હતું !