Western Times News

Gujarati News

ગુજરાત એસ.ટી.ને ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર્સ રોડ સેફટી એવોર્ડ-ર૦૧૮-૧૯નું સન્માન  

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વમાં ગુડ ગર્વનન્સ ક્ષેત્રે ગુજરાતની ગૌરવ ગાથામાં વધુ એક સિદ્ધિ ગુજરાત એસ.ટી.ને મળેલા ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર્સ રોડ સેફટી એવોર્ડ ર૦૧૮-૧૯થી ઉમેરાઇ છે.

આ એવોર્ડ અંતર્ગત વિજેતા ટ્રોફી તેમજ રૂ. બે લાખનો પુરસ્કાર કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરીના હસ્તે નવી દિલ્હીમાં એસ.ટી. નિગમને એનાયત કરવામાં આવ્યા હતા.

ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝના એસોસિયેશન ઓફ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ અન્ડર ટેકીંગ દ્વારા ઇન્ટરનેશનલ કોન્ફરન્સ એન્ડ એકઝીબિશન ઓન પબ્લીક ટ્રાન્સપોર્ટ ઇનોવેશનમાં ગુજરાત એસ.ટી. કોર્પોરેશનને આ ગૌરવ સિદ્ધિથી સન્માનિત કરવામાં આવ્યું છે.

આ ત્રીજી કોન્ફરન્સનું આયોજન ગત તા. ૩૦-૩૧ જાન્યુઆરી દરમિયાન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં નાગરિકલક્ષી સેવાઓ અને સરકારના વિવિધ વિભાગોની કામગીરીના સીધા મોનીટરીંગ માટે વિકસાવેલા સી.એમ. ડેશબોર્ડ દ્વારા એસ.ટી. સેવાઓનું સતત મોનીટરીંગ થાય છે.

તદ્દઅનુસાર, ઓવર સ્પીડીંગ વાળી બસ સેવાઓની પ્રત્યક્ષ જાણકારી સી.એમ. ડેશબોર્ડને મળતાં જ તેના પર નિયંત્રણ લાવી શકાય છે. આ મહત્વપૂર્ણ મોનીટરીંગને પરિણામે એસ.ટી. બસોના અકસ્માતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જે સરવાળે મુસાફર સુરક્ષા-સલામતિનું દ્યોતક બન્યું છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને આ ગૌરવ સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા છે.

દેશભરના માર્ગ વાહન વ્યવહાર નિગમોમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે ૭પ૦૦ ફલીટ સર્વિસનું સંચાલન સલામત-સુરક્ષિત અને ઓછામાં ઓછા અકસ્માતથી કરીને આ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. રાજ્યમાં ૧ લાખ કિલો મીટરે થતા આવા અકસ્માતનું પ્રમાણ સૌથી ઓછું એટલે કે ૦.૦૬ રહ્યું છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ગુજરાતને આ એવોર્ડ માર્ગ વાહન વ્યવહાર નિગમોના જૂના અકસ્માતોની માહિતી અને દરનું વિશ્લેષણ કરીને તેમજ સલામત-સુરક્ષિત ડ્રાયવીંગ માટેની વ્યૂહ રચનાના સફળ અમલીકરણથી પ્રાપ્ત થયો છે.

ગુજરાતમાં પાછલા એક દશક ર૦૦૯-૧૦થી ર૦૧૮-૧૯ સુધીમાં આવા અકસ્માતોનું પ્રમાણ ૦.૧૧ થી ઘટીને અત્યંત નીચું ૦.૦૬ નું થયું છે. ગુજરાત એસ.ટી. કોર્પોરેશન દ્વારા સલામત-સુરક્ષિત ડ્રાયવીંગ માટેની જે વ્યૂહ રચના અમલી બનાવાઇ છે તેમાં Open House દ્વારા દૈનિક ધોરણે Safety Meetings, Safety માટે માસ્ટર ટ્રેઇનરની નિમણૂંક, ડ્રાયવરોના દ્રષ્ટિ, બ્લડ પ્રેશર અને શુગર લેવલનું સતત મેડીકલ ચેક અપ, Drink & Drive ની નીતિ અટકાવવા માટે Breath Analyser થી તમામ ડ્રાયવરોનું ડયુટી આપતા પહેલા ચેકીંગ તેમજ ડ્રાયવરોના ડ્રાયવીંગ લાયસન્સ સમયસર રીન્યુ થાય

તેનું મોનીટરીંગ અને ૧૦૨૧ એવા ડ્રાયવરો કે જે મહત્તમ અકસ્માતોમાં સંડોવાયેલ હતા તેઓ માટે ખાસ ટ્રેનીંગનું આયોજન કરીને ડ્રાયવરોમાં Disciplined Drivingની વૃત્તિને પ્રોત્સાહન Overspeeding-Mechanical Breakdown વિગેરે જેવા પરિમાણોની GSRTCના Command and Control Centre દ્વારા સતત મોનીટરીંગ અને જે ડેપો માટે અકસ્માતની સંખ્યા અને ફેટલ અકસ્માત શૂન્ય હોય તેના માટે મોટીવેશનલ સર્ટીફીકેટ અને ઇન્સેન્ટીવનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.