‘નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ’ ટૂંક સમયમાં ખૂલશે: ગૌતમ અદાણીએ શ્રમજીવીઓનો આભાર માન્યો

(નવી દિલ્હી) અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ બુધવારે જણાવ્યું હતું કે આવતા અઠવાડિયે ઉદ્ઘાટન માટે તૈયાર થઈ રહેલું નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ હજારો હાથ અને હૃદયો દ્વારા આકાર પામેલું એક સ્મારક છે. આ એરપોર્ટનું ઉદ્ઘાટન ૮ ઓક્ટોબરના રોજ થવાનું છે.
અબજોપતિ ઉદ્યોગપતિએ એરપોર્ટના વિકાસ માટે કામ કરનાર દિવ્યાંગ કર્મચારીઓ, બાંધકામ શ્રમિકો, અને અન્ય સ્ટાફ સભ્યોના પ્રયાસોને બિરદાવ્યા હતા અને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર શેર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે, “૮ ઓક્ટોબરના રોજ નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના ઉદ્ઘાટન પહેલાં, હું અમારા દિવ્યાંગ સાથીદારો, બાંધકામ કામદારો, મહિલા કર્મચારીઓ, એન્જિનિયરો, કારીગરો, ફાયર ફાઇટર્સ અને સુરક્ષાકર્મીઓને મળ્યો, જેમણે આ વિઝનને સાકાર કરવામાં મદદ કરી છે.”
For years, #Mumbai reeled under congestion, with one international airport stretched beyond limits.
This October, relief arrives — #NaviMumbaiInternationalAirport will be inaugurated by #PMModi.
A lotus-inspired terminal. Twin runways. 90 million passenger capacity.… pic.twitter.com/UAZMVHhIpt
— Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) September 30, 2025
તેમણે ઉમેર્યું હતું કે, “મને એક જીવંત અજાયબીના ધબકારાનો અનુભવ થયો – હજારો હાથ અને હૃદયો દ્વારા આકાર પામેલું એક સ્મારક. જ્યારે લાખો ફ્લાઇટ્સ આકાશમાં ઉડશે અને અબજો લોકો આ હોલમાંથી પસાર થશે, ત્યારે આ લોકોનો આત્મા દરેક ઉડાન અને દરેક પગલામાં ગુંજશે – અને તેમને હું મારો ઊંડો આભાર વ્યક્ત કરું છું. જય હિંદ.”
Ahead of the inauguration of Navi Mumbai International Airport on 8 Oct, I met with our differently-abled colleagues, construction workers, women staff, engineers, artisans, fire fighters and the guards who helped bring this vision to life. I felt the pulse of a living wonder – a… pic.twitter.com/Uj7Ikue7vM
— Gautam Adani (@gautam_adani) October 1, 2025
નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ (NMIAL)ને ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને મુસાફરોને સમાવવા માટે આધુનિક સુવિધાઓ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
આ એરપોર્ટ જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (JNPT) સી પોર્ટથી ૧૪ કિમી, MIDC-તલોજા ઔદ્યોગિક વિસ્તારથી ૨૨ કિમી, મુંબઈ પોર્ટ ટ્રસ્ટથી (મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક દ્વારા) ૩૫ કિમી, થાણેથી ૩૨ કિમી અને પાવર લૂમ શહેર ભીવંડીથી ૪૦ કિમીના અંતરે આવેલું છે.