હત્યાના આરોપીઓને સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા કરાઈ

ગોધરા, હાલોલ તાલુકાના સોનાવીંટી ગામે થયેલ હત્યાના આરોપીઓને હાલોલની ત્રીજી એડીશનલ સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા અને પચીસ હજાર રૂપિયાનો દંડ ફટકારતો ચુકાદો સંભળાવ્યો છે.
મળતી વિગતો મુજબ જાન્યુઆરી -૨૦૨૪માં સોનાવીટી ગામે મંદિર ફળિયું ખાતે આરોપી અર્જુનભાઈ સોમાભાઈ નાયક કોઈ કામ ધંધો કરતો ન હોઈ તેના પિતાએ ઠપકો આપતા પોતાના પિતા સોમાભાઈ મનસુખભાઈ નાયક આશરે ઉ.૫.૬૫ને ભેંસોને ગળામાં બાંધવાના ડેરા વડે માથામાં મારતા મોત નીપજયું હતું.
જે અંગે અર્જુન નાયકની વિરૂધ્ધમાં હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો.જેની પોલીસે તપાસ કરીને આરોપી અર્જુનભાઈ સોમાભાઈ નાયક, (રહે.સોનાવીટી, મંદીર ફળીયુ, તા.હાલોલ, જી.પંચમહાલ)ની અટક કરી હતી.
પોલીસે આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ કરેલ અને જે બાબતે પંચમહાલ જિલ્લાના ત્રીજા એડી. સેશન્સ જજ હાલોલની કોર્ટમાં કેસ ચાલી જતાં રેકર્ડ ઉપર જે પુરાવો મદદનીશ સરકારી વકીલ આર. એમ. ગોહીલે લીધેલ તે પુરાવો ધ્યાને લઇ ફરીયાદી, પંચોની, ડાકટર તથા અન્ય સાહેદોની તથા તપાસ કરનાર અમલદારની જુબાનીના આધારે વિગતવારની દલીલો મદદનીશ સરકારી વકીલે કરેલી અને આરોપી અર્જુનભાઈ સોમાભાઈ નાયકને શિક્ષાપાત્ર ગુનામાં આજીવન કેદ અને રૂ.૨૫,૦૦૦/- (અંકે રૂપીયા પચ્ચીસ હજાર)ના દંડની શિક્ષાનો કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવેલ હતો.SS1MS