વડોદરામાં તલવારની અણીએ સાત લાખની લૂંટ

વડોદરા, વડોદારા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં મોડી રાત્રે એક મકાનમાં ઘુસી ગયેલા તસ્કરોએ નાની દીકરીને તલવારની અણીએ બાનમાં લઇને રૂપિયા સાત લાખની લૂંટ મચાવી હોવાની ઘટના બની હતી.
મોડી રાત્રે ગરબા નિહાળીને ઘરમાં પરત ફરેલા દંપતીની સામે દીકરી પર તલવાર મૂકીને જો બૂમરાણ મચાવશો તો જાનથી મારી નાંખીશું જેવી ધમકી આપીને ગાડીમાં ફરાર થઇ ગયા હતા. લૂટારાઓ ત્રણ લાખની રોકડ રકમ સહિત સાત લાખની મતા લઇને નાસી છૂટ્યા હતા. આ મકાનની બાજુમાં પણ એક મકાનના તાળા તોડીને ચોરી કરવાનો પ્રયાસ કર્યાે હતો.
વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા સુએજ પંપીંગ સ્ટેશન પાસે રહેતો ચુનારા પરિવાર પોતાના મકાનની લોખંડની જાળીને તાળું મારીને આઠમા નોરતે ગરબા જોવા માટે ગયો હતો. મોડી રાત્રી સુધી ત્યાં રોકાયો હતો.
તે દરમિયાન લુટારૂ ત્રિપુટી રાત્રિના એક થી દોઢ વાગ્યાના અરસામાં તેમના ઘરમાં ત્રાટકી હતી. લોખંડની જાળી નો નકુચો તારા સાથે કોઈ હથિયાર વડે કાપ્યા બાદ આ ત્રિપુટી ઘરમાં પ્રવેશી હતી અને તિજોરીમાંથી રોકડા રૂપિયા તેમજ સોના ચાંદીના દાગીના ચોરી કરતી હતી.
તે દરમિયાન જ દંપતી તેમની બાળકી સાથે ઘરે આવી પહોંચ્યું હતું. જાળીનો નકુચો તૂટેલો હોય દંપતી ઘરમાં પ્રવેશ્યું હતું ત્યારે આ લૂંટારૂ ત્રિપુટી તલવાર સહિતના હથિયારો સાથે ઘરમાં હાજર હતી.લૂંટારૂઓએ દંપતી અને તેમની દીકરીના ગળા પર તલવાર મૂકીને બુમરાણ મચાવશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી.
ત્યારબાદ ઘરમાંથી સોનાના દાગીના અને રોકડા રૂપિયાની લૂંટ ચલાવીને બાઈક પર બેસી લૂંટારૂ ત્રિપુટી ફરાર થઈ ગઈ હતી.દંપતી પૈકી મહિલાએ જણાવ્યું હતું કે તલવાર સાથે ત્રણ લૂંટારૂ આવ્યા હતા અને મોઢા પર કપડું બાંધેલું હતું.
અમે ઘરમાં આવ્યા ત્યારે લૂંટારૂ અમારા ગળા પર તલવાર મૂકી દીધી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. અમારી તિજોરીમાંથી રોકડા ત્રણ લાખ અને સોનાના દાગીના મળી રૂ.૭ લાખની માતાની લૂંટ ચલાવીને લૂંટારૂ ત્રિપુટી બાઈક પર બેસી ફરાર થઈ ગઈ હતી.SS1MS