સૈયારા સ્ટાર અહાન પાંડે યશરાજ સાથે બીજી ફિલ્મ કરશે

મુંબઈ, અહાન પાંડે અને અનીત પડ્ડાની ફિલ્મ ‘સૈયારા’ કોઈ જ મોટા પ્રમોશન વિના ૧૮ જુલાઈએ રિલીઝ થઈ ગઈ અને જેનઝીને રાતોરાત બે સ્ટાર મળી ગયા. તેણે મોહિત સુરીએ ડિરેક્ટ કરેલી અને યશરાજ ફિલ્મ્સે પ્રોડ્યુસ કરેલી ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું.
આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ ઇતિહાસ રચી દીધો હતો. ત્યારથી હવે આ બંને કલાકારો કઈ ફિલ્મ સાઇન છે, તેના પર બધાની અસર હતી. ત્યારે હવે એવા અહેવાલો છે કે, તે યશરાજ ફિલ્મ્સ સાથે વધુ એક ફિલ્મ કરી રહ્યો છે.
આ ફિલ્મ અલી અબ્બાસ ઝફર પ્રોડ્યુસ કરશે, જેણે આ પહેલાં યશરાજ સાથે ‘સુલતાન’ અને ‘ટાઇગર ઝિંદા હે’ જેવી ફિલ્મ કરી હતી. આ અંગે એક સુત્રએ જણાવ્યું, “અલી અબ્બાસ ઝફર એક એક્શન રોમાન્સ ફિલ્મ પર કામ કરી રહ્યા છે. તે સીનમાં ડ્રમા ઉમેરીને તેને વધુ ઝકડી રાખે એવી ફિલ્મ બનાવવા માટે જાણીતા છે. તેઓ સૈયારામાં અહાનને જોઇને ઘણા પ્રભાવિત થયા હતા.”
આગળ સુત્રએ કહ્યું, “આદિત્ય ચોપરાએ જ અલીને અહાનનું નામ સુચવ્યું હતું કે આ યુવાન કલાકાર તેમની ફિલ્મમાં સરપ્રાઇઝ એલિમેન્ટ ઉમેરી શકે છે. તે માને છે કે અહાનનો ચહેરો બહુ વધારે દેખાયો નથી એટલે ઓડિયન્સ માટે સરપ્રાઇઝ બની શકે છે.
આદી અને અલી અહાનની એક બિલકુલ નવી જ સાઇડ બતાવશે.”સુત્રએ જણાવ્યું કે, સ્ક્રિપ્ટ નક્કી થઈ ગઈ છે અને મ્યુઝિક પર પણ કામ શરૂ થઈ ગયું છે. અલી અબ્બાસ ઝફર ઇચ્છે છે કે તે ૨૦૨૬ની શરૂઆતમાં જ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દે. જોકે, હજુ આ ફિલ્મનું નામ નક્કી થયું નથી.SS1MS