સોહમ શાહની તુમ્બાડ-ટુમાં કંગના રણૌતની પણ એન્ટ્રી

મુંબઈ, સોહમ શાહની ‘તુમ્બાડ ટુ’માં એક મહત્વની ભૂમિકા માટે કંગના રણૌતની એન્ટ્રી થઈ હોવાનું કહેવાય છે. સોહમ શાહ ખુદ આ ફિલ્મનું દિગ્દર્શન કરવાનો છે. આ વખતે ફિલ્મનું બજેટ વધારીને ૧૫૦ કરોડ કરવામાં આવ્યું હોવાથી તે ફિલ્મને દરેક રીતે ભવ્ય બનાવવા પ્રયાસ કરી રહ્યો છે.
આ વખતે તેણે ફિલ્મનો સઘળો ભાર એકલા હાથે ખેંચવાને બદલે કંગના સહિતના કલાકારો પર પણ મદાર રાખવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે કંગના અને આર માધવનની ‘તનુ વેડ્સ મનુ થ્રી’ પ્રોડયૂસર અને ડાયરેક્ટર વચ્ચે કોપીરાઈટના ઝઘડાના કારણે અટકી પડી છે. આ સંજોગોમાં કંગનાએ આ ફિલ્મની ઓફર સ્વીકારી હોવાનું કહેવાય છે. જોકે, આ મુદ્દે કોઈ અધિકૃત જાહેરાત કરાઈ નથી.SS1MS