કંતારા ચેપ્ટર ૧ સામે ટક્કર લેવા વરુણ અને જાન્હવી સજ્જ

મુંબઈ, વરુણ ધવન અને જાહન્વી કપૂરની ફિલ્મ ‘સન્ની સંસ્કારી કી તુલસી કુમારી’ ફિલ્મ ૨ ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે, આ દિવસે દશેરા અને ગાંધી જયંતિની રજાઓ આવી રહી છે, સાથે જ ફિલ્મના ગીતો અને સ્ટાર કાસ્ટને કારણે ફિલ્મ અંગે ઘણી ચર્ચા છે.
બીજી તરફ આ જ દિવસે રિષભ શેટ્ટીની ‘કંતારા ચેપ્ટર ૧’ પણ રિલીઝ થઈ રહી છે. બંને ફિલ્મના ડિસ્ટ્રીબ્યુટર્સ એક્ઝિબીટર્સ પાસેથી બને તેટલા વધુ સ્ક્રીનની માગણીઓ કરી રહ્યા છે.
ખાસ તો સિંગલ સ્ક્રીન સિનેમા વધુ મુશ્કેલીમાં છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં વરુણ ધવન અને જાહન્વી કપૂરે આ ક્લેશ વિશે વાત કરી હતી. વરુણ ધવને જણાવ્યું, “અમારી ફિલ્મ રિલીઝની તારીખ ઘણા કારણોથી આગળ વધતી રહી છે. અમે બેસ્ટ ફિલ્મ બનાવવાની કોશિશ કરી હતી અને અમે એના માટે મહેનત કરી છે.
એક પછી એક બાગી ૪, જોલી એલએલબી ૩, કોંન્જરિંગ બધી ફિલ્મ સારી ચાલી છે. અમે ઇચ્છિએ છીએ કે અમારી ફિલ્મ કમસે કમ ૨-૩ અઠવાડિયા ચાલે. આ સિવાય અમે દિવાળી પર રિલીઝ કરી શક્યા હોત. પરંતુ અમે દિનેશ વિજાન અને અમર કૌશિકના પણ સારા મિત્ર છીએ. મેં તેમની સાથે ભેડીયા અને બદલાપુર પણ કરી છે.
કરણ જોહર પણ એમનો સારો મિત્ર છે, તો તમે તમારા મિત્રોની ફિલ્મ રિલીઝ થતી હોય, ત્યારે તમારી ફિલ્મ રિલીઝ નહીં કરો.”વરુણે આગળ કહ્યું, “આ તારીખ દશેરા અને ગાંધી જયંતિ પર આવતી હોવાથી તેની તારીખ સારી છે. બીજું, આ મારો નિર્ણય નથી. આ પ્રોડક્શનનો નિર્ણય છે. પરંતુ તારીખ એટલી મોટી હતી તો બધાને થયું.
ચલો આપણને પુરતી જગ્યા મળી રહેશે. અમે કંતારા જેવી મોટી ફિલ્મ પણ નથી. અમે એવી કોઈ અસમંજસમાં પણ નથી.” આ સાથે વરુણે ગદ્દર અને લગાનનું ઉદાહરણ આપ્યું હતું, એ બંને ફિલ્મ સાથે રિલીઝ થઈ હોવા છતાં બંને ફિલ્મ સારી ચાલી હતી.
આ જ રીતે ગદ્દર ૨ અને ઓએમજી ૨ પણ સાથે રિલીઝ થઈ હોવા છતાં સારી ચાલી હતી. અમે ભલે કંતારા જેટલી મોટી ફિલ્મ ન હોય, અમે એના જેટલો મોટો ધંધો પણ ઇચ્છતા નથી. અમને અમારી ફિલ્મ પર ગૌરવ છે, અમે બંને એકબીજાને સપોર્ટ આપીશું.SS1MS