Western Times News

Gujarati News

અમેરિકાએ ઈરાકમાંથી પોતાના સૈનિકોને પાછા ખેંચવાનું શરૂ કર્યું

બગદાદ, ઇરાકના સદ્દામ હુસૈનના શાસનને ઉથલાવવામાં અમેરિકાની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. આ દરમિયાન હવે ગત વર્ષે ઇરાકની સરકાર સાથે થયેલા એક કરાર અંતર્ગત અમેરિકાએ ઇરાકમાં પોતાનું સૈન્ય મિશનને ઓછું કરવાની કવાયત શરૂ કરી દીધી છે, તેમ અધિકારીઓએ જણાવ્યું છે. ઇસ્લામિક સ્ટેટ જૂથ સામે લડવા માટે અમેરિકાના નેતૃત્વમાં એક સૈન્ય ગઠબંધન કરવામાં આવ્યું હતું.

આમાં વર્ષ ૨૦૨૪માં થયેલા એક કરાર અનુસાર અમેરિકાએ ઈરાકમાંથી સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં પોતાના સૈન્યને હટાવવાની બાબત સામેલ હતી.

આ સાથે જ અમેરિકાનું સૈન્ય ઈરાકના કેટલાક સ્થળો છોડી દશે, જ્યાં છેલ્લા બે દાયકાથી અમેરિકાના સૈનિકોના મોટો કેમ્પો હતા.

પેન્ટાગોનનો પ્રવકતા સીન પાર્નેલે બુધવારે એક નિવેદન આપીને કહ્યું કે અમેરિકા ઇરાકમાં પોતાના સૈન્ય મિશનમાં ઘટાડો કરશે, જે આઈએસાઈએસ સામે લડવામાં અમારી સંયુક્ત સફળતા દર્શાવે છે.

આ નિર્ણય અમેરિકાના રાષ્ટ્રીય હિતો, ઇરાકના બંધારણ અને અમેરિકા-ઇરાકની વ્યૂહાત્મક રુપરેખા કરાર પ્રમાણે એક સ્થાયી અમેરિકા-ઇરાક સુરક્ષા ભાગીદારીમાં પરિવર્તનના પ્રયાસનું પ્રતીક છે. પેન્ટાગોનના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, વોશિંગ્ટન એક ‘જવાબદાર પરિવર્તન’ સુનિશ્ચિત કરવા માટે બગદાદ અને ગઠબંધનના સહયોગીઓ સાથે ઘનિષ્ઠ સમન્વય જાળવી રાખશે.

જોકે, પ્રવક્તાએ કયાં સુધીમાં ઇરાકમાંથી અમેરિકા સૈન્યને પરત બોલાવી લેશે, હમણા સુધી કેટલા સૈનિકોને પરત બોલાવી લીધા છે અને આ પ્રક્રિયા કયાં સુધી પૂર્ણ થશે તે અંગેની કોઈ માહિતી આપી નથી. બગદાદ અને પશ્ચિમી ઇરાક સ્થિત એન એલ-અસદ બેઝથી અમેરિકાએ સૈનિકો પરત બોલાવ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.